________________
પદ્રવ્ય અંગે વિશેષ વિચારણા
૧૬૨ તે સર્વગત કે સર્વવ્યાપી કહેવાય અને અમુક જગાએ રહેલું હોય, તે દેશવ્યાપી કહેવાય. આ દષ્ટિએ આકાશદ્રવ્ય સર્વવ્યાપી છે, કારણ કે તે લેક અને અલેક બંનેમાં વ્યાપેલું છે અને બાકીના પાંચ દ્રવ્ય દેશવ્યાપી છે, કારણ કે તે માત્ર લેકમાં જ વ્યાપેલાં છે. ૧૨. પડદ્રવ્યમાં સપ્રવેશી–અપ્રવેશીને વિચારઃ
બારમું દ્વાર “અપ્રવેશી' કહ્યું છે, એટલે ષડદ્રવ્યમાં સપ્રવેશી કેટલાં અને અપ્રવેશી કેટલા ? એ વિચારવું ઘટે છે. અહીં એક દ્રવ્યનું બીજા દ્રવ્યરૂપે થઈ જવું એને પ્રવેશ સમજવાનું છે અને ન થઈ જવું, એને અપ્રવેશ સમજવાનું છે. જે આ પ્રકારને પ્રવેશ કરી શકે તે સપ્રવેશી અને પ્રવેશ ન કરી શકે તે અપ્રવેશી. અહીં સમજવાનું એટલું છે કે બધાં દ્રવ્ય છે કે એક બીજામાં પરસ્પર પ્રવેશ કરીને રહેલાં છે, તે પણ કઈ દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે થતું નથી, એટલે કે ધર્માસ્તિકાયનું અધર્માસ્તિકાય થતું નથી, જીવનું પુદ્ગલ થતું નથી, વગેરે. આથી યે દ્રવ્ય અપ્રવેશી છે, પણ સપ્રવેશી નથી.