________________
અજીતવ
ધરતી પર હરી-ફરીએ છીએ, એટલે કે આપણા પગ નીચે ધરતી છે, તેથી “નીચે ધરતી” એમ કહીએ છીએ, પણ સમગ્રતયા જોઈએ તે દશે દિશામાં આકાશ વ્યાપ્ત છે અને તેના એક ભાગમાં જ લોક રહેલો છે. તાત્પર્ય કે આકાશ માત્ર આપણું ઉપર જ નહિ, પણ આપણી ચારે આજુ અને નીચેના ભાગમાં પણ વ્યાપેલું છે.
આપણે જે ધરતી પર વસીએ છીએ, તેમાં નીચે ૯૦૦ એજન ગયા પછી અલોકની શરૂઆત થાય છે. તેમાં સહુથી પ્રથમ રત્નપ્રભા નામની પૃથ્વી આવે છે. આ પૃથ્વી ઉપરથી આપણે પૃથ્વી સાથે જોડાયેલી છે, પણ નીચેથી સ્વતંત્ર છે, એટલે કે તે બીજી પૃથ્વીથી જોડાયેલી નથી. ત્યાર પછી અમુક અંતરે નીચે શકરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તમસ્તમપ્રભા નામની પૃથ્વીઓ એક એકથી નીચે સ્વતંત્રપણે આવેલી છે, તાત્પર્ય કે આ બધી પૃથ્વીએ આકાશમાં જ અદ્ધર રહેલી છે.
અહીં પ્રશ્ન થ સહજ છે કે “પૃથ્વી જેવી અતિ વજનદાર વસ્તુ આકાશમાં અદ્ધર (ટેકા વિના) શી રીતે રહેતી હશે?” તેને ખુલાસે એ છે કે આ પૃથ્વીઓ ઘનોદધિ એટલે જામીને સ્થૂલ થઈ ગયેલા પાણી પર રહેલી છે. આ જામીને સ્થૂલ થઈ ગયેલું પાણી ઘનવાત એટલે જાડી હવાના થર પર રહેલું છે અને આ જાડી હવાને થર તનુવાત એટલે પાતળી હવાના થર પર રહેલે