________________
અવતરવ
૧૧૧
અહીં એ પ્રશ્ન થવા સંભવ છે કે “ધમસ્તિકાય અને અધમસ્તિકાયની વ્યાપ્તિ લોકપર્યત જ શા માટે? લેકની બહાર પણ કેમ નહિ? જે તેને લેકની બહાર પણું વ્યાપેલા માનીએ, તે આપત્તિ શી છે?” તેને ઉત્તર એ છે કે જ્યાં જ્યાં આકાશ ત્યાં ત્યાં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયનું અસ્તિત્વ માનીએ, તે તે બંનેને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકાર કરવાની કેઈ આવશ્યક્તા રહેતી નથી. પછી તે ગતિ અને સ્થિતિમાં સહાય કરવી, એ આકાશને જ ગુણ લેખાય, કારણ કે જ્યાં પણ આકાશ હોય ત્યાં આ બંને વસ્તુઓ અવશ્ય હેવાની.
વિશેષમાં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયને લેકની બહાર પણ વ્યાપેલાં માનીએ તે લેકની મર્યાદાને લેપ થઈ જાય અને તેને વિસ્તાર અનંત બની જાય, તેથી તેમાં કઈ જાતની વ્યવસ્થા રહે નહિ. જીવ અને પુદ્ગલ જે અનંત આકાશમાં ધમસ્તિકાયની સહાય વડે સંસરણ કરે તે એટલા વેરવિખેર થઈ જાય કે ફરી તેમનું મળવું, લગભગ અસંભવિત બની જાય. ઉપરાંત લેકના અગ્રભાગે જે સિદ્ધિસ્થાન કહેલું છે, તેને પણ લેય થઈ જાય, કારણ કે અનંતને અગ્રભાગ હોતા નથી. અગ્રભાગ તે કેઈ પણ મર્યાદિત વસ્તુને જ હોય છે. આ સ્થિતિમાં સિદ્ધિ એટલે મુક્તિ કે મોક્ષને પણ લેય જ થાય, કારણ કે સિદ્ધિસ્થાન વિના મુક્ત છ રહે ક્યાં? એ તે આકાશમાં ધમસ્તિકાયના માધ્યમ વડે સદૈવ ગતિમાન જ રહે અને તેને અંત આવે નહિ ,