________________
નવ-તત્ત્વ-દીપિકા
અહીં દ્રવ્યેાને સત્ કહેવાના આશય એ છે કે તેઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. દ્રવ્ય, ઉત્પાદથી યુક્ત છે, એટલે કે તે ઉત્પન્ન થાય છે; વ્યયથી યુક્ત છે, એટલે કે તે નાશ પામે છે, અને ધ્રૌવ્યથી યુક્ત છે, એટલે કે તે સ્થિર રહે છે.
૧૪
પ્રેક્ષાકારી પાઠકને અહી' જરૂર પ્રશ્ન થશે કે ‘એક જ વસ્તુમાં આ રીતે પરસ્પર વિરોધી એવી ત્રણ સ્થિતિ શી રીતે સભવે?’ તેનું સમાધાન એ છે કે જો દ્રવ્યને ફૂટસ્થ નિત્ય એટલે જેમાં કદી પરિવતન ન થાય, એવું માનીએ કે ક્ષણિક એટલે સદા પરિવર્તન થાય એવુ માનીએ તે આવી ત્રણ સ્થિતિ સંભવી શકે નહિ, પણ દ્રવ્યને પરિણામી નિત્ય માનીએ, તો તેમાં આ ત્રણેય સ્થિતિ સંભવી શકે છે.
પરિણામી નિત્યના અર્થ એ છે કે જેના પરિણામે અદ્દલાતા રહે, પણ મૂલ દ્રવ્ય અદલાય નહિ, અર્થાત્ તે નિત્ય રહે. સોનાનુ કંકણુ જ્યારે કુંડલનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે કંકણરૂપી પિરણામેાના નાશ થાય છે અને આમ છતાં સાનુ મૂલ દ્રવ્યરૂપે કાયમ રહે છે.
હિંદુ ધર્મીમાં ઇશ્વરને ત્રિમૂર્તિ માનવામાં આવ્યું છે, એટલે કે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશરૂપ છે. તેમાં બ્રહ્મારૂપ ઈશ્વર ઉત્પત્તિ કરે છે, વિષ્ણુરૂપ ઇશ્વર સ્થિતિના નિર્વાહ કરે છે અને મહેશરૂપ ઈશ્વર લય કરે છે, એટલે કે તે વસ્તુનો નાશ કરે છે, એમ મનાયું છે. શુ આ વસ્તુ