________________
નવતત્ત્વ
અનેક પ્રકારની આપત્તિ આવે છે અને તેનું સમાધાન થઈ શકતું નથી, તેથી તેને અનાદિ માનવે સુસંગત છે.
જીવને અનિધન કહેવાનો આશય એ છે કે કદી મરતે નથી, અર્થાત્ તે અમર છે. અમુક જીવ મરણ પામે વગેરે કહેવાય છે, તે ઔપચારિક છે, અથવા તે દેહધારણની અપેક્ષાઓ કહેવાય છે. ધારણ કરેલા દેહને છેડી દેવે, તેનું નામ મરણ. તેમાં જીવ મરતું નથી, પણ તેને સ્થૂલ દેહથી વિયોગ થાય છે.
જીવને અવિનાશી કહેવાનો આશય એ છે કે શસ્ત્રો તેનું છેદન-ભેદન કરી શક્તા નથી, અગ્નિ તેને બાળી શકતે નથી, પણ તેને ભીંજાવી શકતું નથી, વાયુ તેને શેષી શકતું નથી અને ગમે તેવા રાસાયણિક પ્રયોગો કરવામાં આવે તે પણ તેને નાશ થઈ શકતું નથી. તે ગમે તેવા સંગેમાં પણ પિતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.
જીવને અક્ષય કહેવાનું કારણ એ છે કે તેને કઈ પણ ભાગ કદી પણ એ છે થતું નથી. તે અનંત ભૂતકાળમાં જેટલું હતું, તેટલે આજે પણ છે અને અનંત ભવિષ્યમાં પણ તેટલે જ રહેવાને. જે તેને અતિ અતિ અલ્પ ભાગ પણ ક્રમશઃ ઓછો થાય છે, એમ માનીએ તે એક કાલ એ જરૂર આવે કે જ્યારે તેનું નિધન થાય, જ્યારે તે મરણ પામે. તાત્પર્ય કે તેની હસ્તી સાવ ભૂંસાઈ જાય. પરંતુ જીવ અક્ષય હોવાથી આવી કઈ પરિસ્થિતિ પેદા થતી નથી.