________________
નવ-તત્તર-દીપિકા
===
===
==
==
=
===
===
=
દે, નારકે તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચે અનપવર્તનીય નિરુપક્રમ આયુષ્યવાળા હેય છે, જ્યારે બાકીના સર્વ મનુષ્ય અને તિર્યંચ છ સેપક્રમ અને નિષ્પકમ બને આયુષ્યવાળા હોય છે.
શાસ્ત્રમાં આયુષ્યને ક્ષય સાત કારણે કહેલો છે ? (૧) પ્રબળ અધ્યવસાયથી, (૨) શસ્ત્રાદિકના નિમિત્તથી, (૩) અહિતકર આહારથી, (૪) વેદનાથી, (૫) પરાઘાતથી અથવા ઊંડા ખાડા વગેરેમાં પડી જવાથી, (૬) વિષાદિને સ્પર્શ થવાથી અને (૭) શ્વાસનું ધન થવાથી.
હવે ઇન્દ્રિયેટ સંબંધી જે વિશેષ વક્તવ્ય છે, તે અહીં રજૂ કરીશું.
ઈન્દ્ર એટલે આત્મા, તેનું જે લિંગ-નિશાન, તે ઈન્દ્રિય. તાત્પર્ય કે ઈન્દ્રિય વડે-ઈન્દ્રિયેનાં કાર્ય વડે આત્માનું અસ્તિત્વ જાણી શકાય છે.
ઈન્દ્રિયે પાંચ છે. તે દરેકના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એવા બે બે પ્રકારે છે. તેમાં દ્રવ્યેન્દ્રિય આકૃતિ કે આકારરૂપ છે અને ભાવેન્દ્રિય આત્માની શક્તિરૂપ છે.
દ્રવ્યેન્દ્રિય પુનઃ નિવૃત્તિ અને ઉપકરણ એવા બે પ્રકારમાં વહેંચાયેલી છે અને દરેકના પણ બાહ્ય અને અભ્યતર એવા બે બે પ્રકારે છે. તેમાં ઈન્દ્રિયની દશ્ય આકૃતિ તે બાહો નિવૃત્તિ, તેની અંદર રહેલે આકારવિશેષ તે અત્યંતર નિર્ધ્વત્તિ, તેની અંદર વિષયને ગ્રહણ
૧
,