________________
નવતરવ-દીપિકા અહીં “તપ” ગુણથી તૃષ્ણા કે ઈચ્છાને અભાવ અભિપ્રેત છે. તાત્પર્ય કે જ્યારે જીવને કઈ પણ પ્રકારની તૃષ્ણા કે ઈચ્છા રહે નહિ, ત્યારે તેને તપગુણ સંપૂર્ણપણે વિકાસ પામેલે મનાય છે. વીતરાગદશાને પામેલા સર્વજ્ઞ ભગવતેને આ પ્રકારની તપગુણ હોય છે.
અહીં કોઈ એમ કહેતું હોય કે “જે સર્વજ્ઞ ભગવતેમાં તપગુણ સંપૂર્ણપણે વિકાસ પામેલ હોય તે તેઓ આહાર શા માટે કરે?” તેને ઉત્તર એ છે કે “સર્વસ ભગવતે ઈચ્છાને આધીન થઈને આહાર ગ્રહણ કરતા નથી, પણ દારિક કાયાના ટકાવ માટે જ આહાર ગ્રહણ કરે છે. જેમ વ્યાધિ શાંત કરવા માટે લીધેલું ઔષધ ઈચ્છાપૂર્વક લીધેલું ન કહેવાય, તેમ સર્વજ્ઞ ભગવતેએ કાયાના ટકાવ માટે ગ્રહણ કરેલ આહાર છાપૂર્વક ગ્રહણું કરેલ ન ગણાય. તાત્પર્ય કે તેથી તેમના તપગુણને જરાપણ હાનિ પહોંચતી નથી.
“ઈચ્છાનિધિરૂપી ત૫ નિકૃષ્ટ કેટિના જીવમાં શી રીતે સંભવે?” તેને ઉત્તર એ છે કે “જીવના તપગુણને ઢાંકનાર મેહનીય તથા વીતરાય કર્મ છે. તે પણ તેને અલ્પ અંશ સર્વ જીવોમાં ઉઘાડો હોય છે, તેથી નિકૃષ્ટ કેટિના માં પણ તે કિંચિત્ સંભવે છે.”
૭. ચારિત્રની મહત્તા તથા તેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવવા માટે અમેએ ધર્મબોધ ગ્રન્થમાળાનું નવમું પુષ્પ “ચારિત્ર-વિચાર” લખેલું છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જોવું.
જરાય
કરે
હિના