________________
૫૦
નવતર-દીપિકા
દાખલા તરીકે કપિલત્વને ગાયનું લક્ષણ કહીએ તે કેટલીક ગાયે કપિલ (–પીળા રંગની) હોય છે અને કેટલીક ગાયે કપિલ હોતી નથી, એટલે લક્ષણની સર્વથા
વ્યાપ્તિ થઈ નહિ. માત્ર એક દેશમાં જ વ્યાપ્તિ થઈ, તેથી તેમાં અવ્યાપ્તિ નામને દોષ આવ્યું. જે આવા દેષયુક્ત લક્ષણને સ્વીકાર કરીએ તે જે ગાયે વેત, કાળી, રાતી વગેરે રંગની હોય, તે બધી ગાયના વર્ગમાંથી બાકાત થાય, કારણ કે તેમાં કપિલત્વ નથી.
હવે શૃંગત્વને (શિંગડાપણું) ગાયનું લક્ષણ કહીએ તો તે ગાય સિવાય અન્ય પશુઓમાં પણ જોવામાં આવે છે. જેમકે-ભેંસ, બકરાં, હરણ, રેઝ વગેરે. અહીં લક્ષણની મૂળ વસ્તુની બહાર પણ વ્યાપ્તિ થઈ એટલે તેમાં અતિવ્યાપ્તિ નામને દોષ આવ્યું. જે આવા દોષ– યુક્ત લક્ષણને સ્વીકાર કરીએ તે ભેંસ, બકરાં, હરણું, રિઝ વગેરેને પણ ગાય કહેવાને જ પ્રસંગ આવે, કારણ કે તે બધાને શંગ હોય છે.
હવે એકશફત્વ (એક છે) એટલે એક ખરી હાવી તેને ગાયનું લક્ષણ કહીએ તે ગાયને એક ખરી હતી જ નથી, અવશ્ય બે હેાય છે, તેથી તેમાં અસંભવ નામને દેષ આવ્યું. જે આવા દોષયુક્ત લક્ષણને સ્વીકાર કરીએ તે ગાયને ગાય કહી શકાય નહિ અને ઘોડા, ગધેડા વગેરે એક ખરીવાળાં પશુઓને ગાય કહે વાને પ્રસંગ આવે.