________________
પરમ શાસનપ્રભાવક યુગદિવાકર આચાર્યદેવ શ્રીમદ્દ વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજનો
કે જીવન-પરિચય
પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને જીવન–પરિચય લખવાની ભાવના તે ઘણા વખતથી જાગી હતી, પણ એક યા બીજા કારણે તેમ બની શક્યું નહિ. આખરે એ ઈચ્છા પૂર્ણ થવાને પ્રસ ગ સાંપડે, એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે. જન્મ અને માતા-પિતાદિ
તેઓશ્રી વિ. સ. ૧૯૬૦ના શ્રાવણ વદિ ૧૧ ના રોજ સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં વીશાશ્રીમાળી જૈન કુટુંબમાં જન્મ્યા. તેમના પિતાશ્રીનું નામ હીરાચદ અને માતાજીનું નામ બલ હતું. તેમનું પિતાનું નામ ધનરાશિના ભ-ધ અક્ષરના આધારે ભાઈચંદ પાડેલું. તેમને બે ભાઈઓ હતા. તેમાં મેટાનું નામ ધીરજલાલ અને નાનાનું નામ વ્રજલાલ હતું. નાનાભાઈ આજે વિદ્યમાન છે.
વિદ્યાભ્યાસ
તેઓશ્રી ધર્મપરાયણ માતાના ખોળે ઉછરતાં ધાર્મિક સંસ્કારો સારી રીતે પામ્યા. પાઠશાળાએ તેમાં પૂર્તિ કરી. ગામની શાળાએ તેમને ચાર ગુજરાતી સુધીનું શિક્ષણ આપ્યું. વિશેષ અભ્યાસ માટે તેઓશ્રી અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા. બુદ્ધિ તીવ્ર અને ખત ઘણું, એટલે અભ્યાસમાં સારી રીતે આગળ વધ્યા. છાત્રાલયના ગૃહપતિ તથા શાળાના શિક્ષકે એમ કહેતા કે આ