________________
આ વિચાર કરતા હતા, તેવામાં કોઈ સુશીલ નામે તેને મિત્ર તેને મળવા આવ્યા. સુશીલે નવીનચંદને ચિંતા કરતે જોઈને પુછ્યું કે, મિત્ર ! શેની ચિંતા કરે છે? નવીનચંદે પિતાની બધી વાત જણાવી. ત્યારે સુશીલે કહ્યું. મિત્ર! જે તારે આત્માનું કલ્યાણ કરવું હોય તો એક ઉપાય છે. વેપારના મેટા બેજાને લઈને તું દેવપૂજા, સામાયિક અને સઝાય વિગેરે કરી શકતો નથી. તે તારે હમેશાં પરોપકાર કરે. રાત્રે સુતી વખતે યાદ કરવું કે, આજે મેં કેટલે પરોપકાર કર્યો? એમ કરવાથી તારું કલ્યાણ થઈ જશે. બધા વ્રતમાં પરોપકાર કરવાનું વ્રત મેટું છે. સુશીલનાં આવાં વચન સાંભળી નવિનચંદે નિશ્ચય કર્યો કે આજથી મારે પરેપકાર કરવાનું વ્રત લેવું. પછી નવીનચંદ હમેશાં પરોપકાર કરવા લાગ્યા. તે પોપકારના કામમાં મન, આંખ, કાન અને વાણું એ ચારને રોકતો હતે. મનમાં પરોપકાર કરવાનું ધારત, આંખથી પપકાર કરતાં જ, કાનથી પોપકારને માટે સાંભળજો અને વાણીથી પકારનાં વચન બોલતો હતો. હમેશાં રાત્રે સુતી વખતે આજે બીજાને ઉપકાર શ કર્યો, તેને વિચાર કરતા હતે. કેઈપણ માણસનું ભલું થતું હોય, તેમાં તે આગળ પડીને ભાગ લેતે હતે. આથી નવીનચંદની કીર્તિ લેકમાં ઘણી ફેલાણી અને તે બધા દેશમાં પરેપકારી નવીનચંદ એવા નામથી પ્રખ્યાત થયે.
- સારોઘ.
દરેક શ્રાવકે પરોપકાર કરે. પોપકાર કરવાથી નવીનચંદની જેમ સારી કીર્તિ તથા પુણ્ય વધે છે. '