________________
(૧૫) ' માનું છું, કામચંદ – જે તારી આગળ પૈસે હશે તો તે
વધારે સુખી થઈશ. મારા જેવા પરઉપકાર કરીશ, અને ગરીબોને મદદ ન આપીશ. વામચંદે કહ્યું, મિત્ર! વધારે પૈસાથી કાંઈ વધારે સુખી " થવાતું નથી. સુખ તે સતેષમાંજ છે, મારા શેઠને છેતરી અનીતિને છે પૈસો લઈ હું બીજાને ઉપકાર કરૂં, તેના કરતાં પ્રમાણિકપણાથી
કરી કરું, અને મારું પાલન કરનાર શેઠનું ભલું ઈચ્છી પગારના પૈસામાંજ સંતોષ માનું, એ કેવું સારું? અનીતિના પૈસાવડે પરેપકાર કરવાથી કાંઈપણ ફળ થતું નથી. વામચંદનાં આ વચન
તેને શેઠ રામદાસ ઘરની દીવાલની એથે રહી સાંભળતો હતો. તે | સાંભળી ઘણોજ ખુશી થઈ ગયે. અને પોતાના પ્રમાણિક નેકરની - આવી સારી દાનત જોઈ તેણે વામચંદને મોટી રકમ ઈનામમાં આપી.
* સાધ.
વામચંદની જેમ પ્રમાણિકતાથી નોકરી કરનાર માણસને તેની પ્રમાણીકતાને બદલે મળ્યા વગર રહેતો નથી; તેથી દરેક શ્રાવકે પ્રમાણીકતા રાખી નીતિથી પસે મેળવવું જોઈએ.
સારાંશ પ્રશ્ન. ૧ અનીતિને પિસો કર્યો કહેવાય છે . : ૨ અનીતિને પૈસે સારે માર્ગે વાપર્યોથી શું થાય? . - ૩ કે પિસો વાપરવાથી કલ્યાણ થાય ? ૪ વામચંદની વાતને સાર શું છે?
૫ વામચંદને કામચંદે કેવી સલાહ આપી હતી? : ' ૬ વામચંદને તેના શેઠે શું કર્યું હતું? "