________________
ખીએ છીએ, કે જે વખતે અમે અમારી ધારણા પ્રમાણે બા- . કોને તે વધારે ઉપગી થવા અમારો વિચાર પાર પાડી શકીએ.
આ પુસ્તક થયા પછી મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ ચારિત્રવિજયજીને શુદ્ધ કરવા માટે અમે વિનતિ કરી. તેઓશ્રીએ કપા.' કરી પુસ્તકને આદિથી અંત પર્યત તપાસી જોઈ, જે જે વિચાર, કે વાક્ય શ્રી જૈન ધર્મની વિરૂદ્ધ લાગ્યા, તે સર્વે સુધારી આપ્યાં. તે પ્રમાણે પુસ્તક શુદ્ધ કરી અમોએ છપાવ્યું છે. મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજીએ આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં ઘણો જ શ્રમ લઈ સહાય આપી છે, તે તે બાબત અમે આ પ્રસંગે તેઓને માટે આભાર માનીએ છીએ.
શિવાય અત્રેની ગુજરાતી તાલુકા સ્કુલના હેડ માસ્તર શા. ચાંપશી ગુલાબચંદ એઓએ આ પુસ્તકની ભાષા શુદ્ધ, સરળ અને રસિક થાય, તેટલા માટે પુસ્તક વાંચી સુધારી આપ્યું છે, માટે તેમને પણ અમે આ પ્રસંગે આભાર માનીએ છીએ. અન્ય જૈિન વિદ્વાન ગ્રહર આ ગૃહસ્થનો દાખલે લઈ વર્ગના કાર્યને સહાય આપશે એવું અમે ઇચ્છીએ છીએ.
આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં પ્રથમવૃત્તિમાં શેઠ ખેતી બીસી તરફથી રૂા. પ૦ની સહાયતા મળી હતી. અન્ય શ્રીમંત. ગૃહસ્થને અમારા વર્ગના કાર્યને ઉક્ત શેઠને દાખલો લઈ, મદદ. કરવા વિનતી કરીએ છીએ.
છેવટે એટલું જ કહીએ છીએ કે, આ પુસ્તક જૈન બાળકિને ઉપયોગી થવા માટે તથા ભુલ કે દોષથી રહિત કરવા - માટે અમે એ યથાશક્તિ પ્રયત્ન કર્યો છે, છતાં મનુષ્ય પ્રકૃતિના E ધર્મ પ્રમાણે તેમાં કોઈ પણ દેશ માલુમ પડે છે. તે વિદ્વાન - વર્ગ દરગુજર કરશે, એવું અમે ચાહીએ છીએ. .
પ્રસિદ્ધ કર્તા.