________________
છે; જેટલા જીવ આપણે હાલતા ચાલતા જોઈએ છીએ, તે બધા ત્રસકાય જીવ છે. - ભીખે–ભાઈ હીરાલાલ ! અમોએ એકેંદ્રિય જીવની હિંસા શી રીતે કરી? તે સમજાવ.
હીરાલાલ–તમે કપડાને પવનમાં ઉડાડે છે, તેથી જે પવનના જીવ છે, તે હણાય છે, અને માટીનાં ઢેફાને ઉછાળે છે.. તેથી પૃથ્વીકાયના જીવ હણાય છે, તેથી તમે જીવહિંસા કરે છે, એ વાત સાચી કે બેટી ?
છ અને ભીખે–ભાઈ હિરાલાલ તારું કહેવું બરાબર છે. આજથી હવે અમે કોઈ વાર પણ તેવી નકામી રમત કરીશું નહીં, તે અમને પાપ કરતાં બચાવ્યાં, તેને માટે તારે અમે ઉપકાર માનીએ છીએ.
સાબોધ, કઈ પણ શ્રાવકના છોકરાએ જવા અને ભીખાની જેમ તેફાની થવું નહિ, અને તેના જેવા નઠારા ચાળા કરીને જીવહિંસાનું પાપ કરવું નહિ. કદિ ભુલથી તેવું પાપ કરતા હોઈએ, અને જે હીરાલાલ જેવો ભલે ધર્મ છેક સમજાવે, તે તે વાત સમજીને કબુલ કરવી, અને તેને ઉપકાર માન. કદિ છોકરી ભણવામાં સારા હોય, પણ તેફાની હોય છે, તે સારા ગણાતા નથી.