________________
શેઠ ત્રીભવન હરજીવન વાંકાનેર
અમરેલી, તા. ૨૮-૧૦-૩૦
આપને કાર્ડ કાલે મળ્યો વાચી જાણ થયો છું [વાકેફ થ છું ત્યાં બીરાજતા મહારાજશ્રી પંડિતરાજ કવિરાજ સતાવધાની મા [મહારાજ] રત્નચંદજી રવાની થાણાને મારી વંદના કરી સુખશાતા પૂછશે
મહારાજશ્રીને નીચેના ખબર આપશો
સૂત્રોના ભાષાંતર કરવા, તે આપની દેખરેખથી થાય તો જ કરવા ઈચ્છા છે આપ ગમે તે સ્થાન પર રહી કરશો તે બાબત મને અડચણ નથી, પણ આપ ચી ભાઈ રામજી તથા નરભેરામાં દેશમાં છે તે અહીં હોય ને આપ પધારી ગ્ય સલાહ આપે તેમ મારી ઈચછા છે ઈછા પુરણ થવી અંતરાય આધીન છે.
ભાયાણીને કાલે કાગળ હતો તેણે આપને લખેલ છે, કૃપા કરી વેળાસર અહી પધારો તે બાહ્ય પૈસાનો ઉપયોગ થતો અટક્તા આવા પરમારના કામમાં ધ્યાન અપાય ઉપદેશની જરૂર છે આટલા માટે આગ્રહપૂર્વક વિનંતી છે. આપને માર્ગ અનિયત વિહારી છે. હું સમજુ છુ છતા આગ્રહ કરું છુ જવાબ લખશે
લી હંસરાજ લખમીચંદને પ્રણામ
શેઠ ત્રીભોવનદાસ હરજીવન વાંકાનેર
અમરેલી, તા. ૩૧-૧૦-૩૦
આપને કાર્ડ મળ્યો વાચી સમાચાર જાણ્યા છે. મહારાજશ્રી શતાવધાની પૂજ્ય રતનચંદજી મહારાજ થાણું અને વદના કરી સુખશાતા પૂછશે.
નારણમુનિને જ્ઞાન ઉત્પન્ન થવા સંબંધી હાલ તો કંઈ નથી કે એ વાત ઉડાડી. અનેક ઠેકાણેથી તારો કાગળો આવેલા તેમજ અહીં દર્શનઅર્થે ઘણું માણસે આવે છે
મારી સમજ સમાજમાં અજ્ઞાનતા વધારે છે અને શાસ્ત્રોનાં રહસ્ય સમજ્યા વગરની ક્રિયાઓ છે આજ કારણથી શાસ્ત્રોનાં રહસ્ય છે અને હાલની દશા પલટાવે એ ઉદ્દેશથી ભારે પરિશ્રમ છે હુ અજ્ઞાન હોવાથી શતાવધાની મુનિશ્રીના આશ્રયની જરૂર જાણી આગ્રહ કરું છુ મહારાજશ્રીને યોગ્ય લાગે તેમ જીવોને ધર્મમાર્ગ સમજાય અને તેમાં પ્રવર્તન થાય આ રરતાથી કામ લેવું ઉત્તમ સમજુ છું. સતમાર્ગમાં વ્યય ભાગ્યશાળીને થાય. હુ આ માર્ગ ઉત્તમ સમજુ છું અનંતકાળની ભૂખ મટાડવા આ સાધન છે
મહારાજશ્રી અહીં પધારે તે મહાન લાભ થાય તેમ છે ચી બેઉ ભાઈ દેશમાં છે ઉપદેશની જરૂર છે એ જ
લી હંસરાજ લખમીચ દના પ્રણામ આ કામ મહારાજ હાથ લીયે તે જ કરવા ઈચ્છા છે