________________
અર્થ તે પુરુષ પિતાનાં શરીરના બળને માટે, (પઢિય આદિક જીને દડ દ્વારા હણે છે)
જ્ઞાતિ જનોનું બળ મને વધે એ હેતુએ, સ્વજનનું બળ મને વધે એ હેતુઓ મિત્રોનું બળ મને વધે એ હેતુએ પલકમાં મને પૂન્ય બળથી સુખ થાય એ હેતુએ, દેવો તેમના બળથી મને સહાય કરે એ હેતુએ, રાજા મારા પર સ તુષ્ટ રહે એ હેતુએ, ચેરે મને ભાગ આપે એ હેતુએ, અતિથિઓ મને સહાયકારી નીવડશે એ હેતુએ, ભિખારીઓને દેતા મને
પૂન્ય થશે એ હેતુએ, ( સગ્રંથ) શ્રમણોનું બળ વધે એ હેતુએ, એમ આ વિધવિધ કાર્યોને '' માટે, ભયને કારણે વિચાર કરીને (અસંયમી જીવ દ્વારા) દડને પ્રયોગ કરવામાં આવે છે.
અથવા તો તે એમ માને છે કે આ ક્રિયાથી પાપોથી મારે છુટકારો થશે, એ બુદ્ધિએ
અથવા તે કઈ પદાર્થની આશાએ તે છ કાય છે પ્રત્યે દંડનો પ્રયોગ કરે છે :ટિપ્પણું :–અસંયમી જીવે અનેક હેતુએ સ્થાવર તેમજ ત્રસજીવોની હિંસા કરે છે તેને અહીં
નિષેધ કરવામાં આવ્યો છે. હેતુઓ બતાવતાં પરલોકની વાત, પાપ-મેક્ષની વાત તેમજ શ્રમણભક્તિની વાત તેમજ અન્ય પદાર્થો મેળવવાની વાત આવે છે તે એ બતાવે છે કે ધર્મને હેતુએ પણ કેઈ એકેન્દ્રિય આદિ જીવની હિંસા કરે તે તે ભગવંતની આજ્ઞાની બહાર રહે છે. સામાન્ય રીતે અલ્પ હિંસાના અનુષ્ઠાને ન્યાયી ઠરાવવા એમ કહેવામાં આવે છે કે આચારાગજી સાધુનો અધિકાર જણાવે છે. અહીં તે સ્પષ્ટ રીતે અજ્ઞાની અસંયમી જીવનું ચિત્ર દેરીને ધર્મ સંબંધે પણ હિંસા પ્રવૃતિ મિથ્યાત્વજન્ય છે, એર્મ બતાવ્યું છે, તે પછી દેશ સંયમી શ્રાવકેની તે શી વાત કરવી!
भूकम्-तं परिण्णाय मेहावी नेष सयं एएहिं कजेहिं दंडं समारंभिजा, नेव अन्नं एएहिं कज्जेहिं
दंड समारंभाविजा, एपहिं कजेहिं दंडं समारंभंतेवि अन्ने न समणुजाणिज्जा, एष मग्गे
आरिपदि पवेइए, महेत्थ कुसले मोवलिंपिज्जासि ति वेमि ।। सू. ८३॥ અર્થ તે બાબત સમજીને બુદ્ધિમાન પુરુષે આ કાર્યોને માટે જે પ્રત્યે દંડનો પ્રયોગ કરે
નહિ, અન્યની પાસે દંડનો પ્રયોગ કરાવવું નહિ, અને બીજાએ દંડને પ્રવેગ કરતા હોય તે તેમને અનુમતિ આપવી નહિ આ માર્ગ આર્યોએ દર્શાવ્યો છે. જેથી કરીને આ બાબતમાં કુશલ પુરુષ અવલેપ પામે નહિ, એમ હું કહું છું.
એ પ્રમાણે બીજા અધ્યયનને બીજો ઉદેશે પૂર્ણ થયે
લેકવિજય નામના બીજા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક આગળના બે ઉદ્દેશકમાં સંયમના વિદનો મેહ અને કષાય જીતવા માટેનાં સાધન દર્શાવ્યા છે. બીજા ઉદ્દેશકમાં લેભ કષાય સંયમમાં કેવી રીતે અરુચિ જન્માવે છે તે દર્શાવ્યું. આ અધ્યયનમાં માન કષાયની અનિષ્ટતા દેખાડવામાં આવે છે, એટલે કષા ને ઉપશમાવીને ક્ષીણતાને માર્ગે લઈ જવા એ કર્તવ્ય છે. એ બતાવવા માટે સૂત્રકાર સ સારનું એવું ચિત્ર દોરી બતાવે છે કે જેમાં કયાંય અભિમાન કરવાનું વિચારક પુરુષને સ્થાન રહેતું નથી જમ પામ ઉચ્ચગેત્રમાં છે, અને નીચગોત્રમા છે, શરીર સંપૂર્ણ મળે છે અને ખંડિત પણ