________________
પ્રસ્તાવના
જેને સિદ્ધાતગ્રથોને પ્રારંભ એટલે જ આચારાંગ આચાર એટલે ધર્મને જીવન્ત પ્રયોગ. આગમોમાં અત્યંત પ્રાચીન અર્ધમાગધી ભાષાનો પ્રકાર પણ આ અંગેના પ્રથમ શ્રુત સ્કંધમાં પ્રાપ્ત થાય છે. હર્યન જેકોબી અને શુબિંગ જેવા વિદ્વાનો પણ આ કારણે આચારાંગને જૈન સિદ્ધાંતને સાર્વભૌમ મહત્ત્વનો સિદ્ધાંતગ્રંથ ગણે છે.
- સાધુઓએ સંયમમાર્ગમાં કયે પ્રકારે આચારનું પાલન રૂડી રીતે કરવુ તે દર્શાવવાનું આ અંગનું કાર્ય છે. આમા સૂક્ષ્મ પ્રકારની જીવદયા, સ્વજનોના સ્નેહના બંધનમાંથી વિવેક વડે જાગૃતિ, લોકસ્વરૂપ અર્થાત છેવો સંબંધે જ્ઞાન, તિતિક્ષા એટલે કે પરિવહજય, સમકિતનું સ્વરૂપ, લેકનું સારભૂત જે નિર્વાણ તેનું સાધન સંયમ, તેની વિગત અને આ બધી બાબતોમાં ઊંડી સમજદારી, એમ અનેક અમૂલ્ય વિષયોનું નિરૂપણ છે.
પ્રથમશ્રુતસ્કંધનાં અધ્યયનોને બ્રહ્મચર્ય અધ્યયને કહેવામાં આવે છે, તે ઊંડામાં ઊંડા વિચારની પ્રાચીન સામગ્રી રજૂ કરે છે બીજે મૃતરકંધ સાધુની ભિક્ષાચર્યા કેવી જોઈએ તેનું ચિત્ર દોરે છે
આચારાંગ એટલે આગમપ્રાસાદના પ્રવેશદ્વારનું જીવદયાનું તારણ આ લેકમાં અને પરલોકમાં અહિસાને આચાર છવને પરમસુખની પ્રાપ્તિ કરાવનાર છે અને તેનાથી વિપરીત વરતવું જીવોને માટે દુઃખરૂપ છે આ હિંસાને ઈદ, ઘાતક, મોહરૂપ, નરકરૂપ અને ભાવિ મિથ્યાત્વનુ બીજ છે એમ ભગવાન આચારાંગ ફરમાવે છે
સ્થાનક્વાસી સંપ્રદાયની આરંભના ત્યાગની નિષ્ઠા આચારાંગના પદેપદે ઝળકે છે એ શ્રમણ શ્રમશુઓને સાવધાન રાખે છે, એટલું જ નહિ પણ શ્રાવક-શ્રાવિકાઓને પણ એ માર્ગ તરફ સન્મુખ અને વધારે સન્મુખ બનવાનો તે અનુરોધ કરે છે. શ્રમણ મહાવીરને દૂર દૂરથી સંભળાતે આ સ્નેહસં દેશ છે જીવનને તમય અને શ્રદ્ધામય બનાવવાની એ ચાવી છે
આ ગ્રંથ વાંચે તેની વિષયાસકિત મોળી પડે છે, છેદે તૂટી જાય છે, તેને વિનયગુણ પ્રગટે છે, તેને તપોગુણ સહજ બને છે અને તે સમાધિવંત સાધુઓની સોબત શોધે છે. આમ તેને કર્મથી છૂટવાની રુચિ થાય છે આવી રુચિવાળે છવ નિયમથી મેહક્ષય કરી સર્વજ્ઞ બને છે, એવું નિગ્રંથ પ્રવચનનું વચન છે આ સિદ્ધાંતગ્રંથ પર ભાષાંતર અને ટૂંકી ટિપ્પણી લખીને તેને જ અર્થ પાઠકને લાભે એવી અમારી અભિલાષા છે
આ સુત્રોને સરળરૂપ જ આપવાને વિચાર મને પૂજ્ય ગુરુદેવના સમયથી મળેલો હતો ધર્મનિષ્ઠ પ્રાતઃસ્મરણીય સુશ્રાવક અમલીનિવાસી શ્રી હંસરાજભાઈ લખમીચંદ કમાણીની ગુરુદેવ પાસેથી સતત ધર્મશ્રદ્ધા અને સરળ ઉપદેશ પામવાની અભિલાષા હતી તે તેમણે આજથી છત્રીસ વર્ષ પૂર્વે જે ભાવના પિતાના પત્રોમાં વ્યક્ત કરી છે તેને અનુલક્ષીને મૂળગ્રથોના ભાવ જીવોને સુબોધ બને એવી શૈલીમાં મૂત્ર છાપવાનો આ પ્રયત્ન છે તે પ્રત્યેક સ્વાધ્યાયીને લક્ષમાં આવ્યા વિના રહેશે નહિ
તેઓશ્રીને શ્રી હંસરાજભાઈએ લખેલા પત્રોના બ્લેકે પણ આ આગમ સાથે અન્યત્ર આપવામાં આવેલ છે. એમની આગમો પ્રત્યેની શ્રદ્ધા અને ભકિત આ પત્રોમાં પ્રગટ જણાય છેસર્વ ને ધર્મના અમૃત સુલભ બને, તેમની પરિણામની દશા પલટે અને તેઓ ઉત્તમ માર્ગના અધિકારી બને એવી ભાવના