________________
મૃત્યુની સાંજે ૭-૭-૩૦ના ગાળામાં મેં પણ એને દુકાન પર હસતે હસતે વાતો કરતો જે હતું અને રાત્રે ખબર પડી ત્યારે એકવાર તો દીલ એ વાત માનવા તૈયાર ન હતું.
એક વાત એની એ તરી આવતી કે કેઇને પણ દુઃખી ન કરવા. બધાનાં દુખે દૂર કરવામાં આગળ પડતો ભાગ લેનાર એ રમેશ કેઈની પણ ચાકરી લીધા વિના પ્રભુનાં અક્ષરધામમાં પહોંચી ગયું. એ ગયો નથી-એના અમરકાર્યો દ્વારા એ સદાય અમર છે
લોકે માનવીને તેની ઉમ્મરથી કે એ કેવો રડે-રૂપાળો છે એ રીતે નથી ઓળખતા પણ એમણે કેવા સકાર્યો કર્યા છે, એ વ્યક્તિ કેટલી પરગજુ હતી, એણે જીવીને કેવી જનસેવા કરી, એનાં પર જ માનવીની કિંમત અંકાય છે
રમેશે નાની ઉંમરમાં ઘણું સિદ્ધિ હાસલ કરી હતી માતા અને પિતા સહિત સમગ્ર કુટુંબના હીરાસમા એ ભાઈ સ્વ રમેશ શાહનું જીવન બીજાઓ માટે પ્રેરણારૂપ પુરવાર થશે જન્મ પછીથી અંત સુધી અનેક કાર્યો કરી ટૂંકી જિંદગીમાં ઘણું મેળવ્યું એ પરોપકારી છવ હતા. ઊંચે જીવ હતે. ઝાઝું જીવ્યા કરતા ઓછુ ઇવી ઘણુ કામ કરી એ મેક્ષગતિને પામ્યો છે. આવા ઊંચા જીવો-ઝાઝું ન જીવે આવા સારા જીવની ભગવાનને પણ જરૂર પડે. અને પ્રભુએ એ રમેશને પિતાની ગોદમાં બોલાવી લીધે
માતાપિતા અને ભાઈભાંડને એની ખટ સદાય સાલશે, પણ એક વાત યાદ રાખીએ એને અધૂરાં કાર્યો પૂરા કરી એને પૂર્ણ શ્રદ્ધાંજલિ આપી શકીએ એની પાછળ કપાત ન કરીએ પણ આવા સારા જીવની શુભ જ ગતિ છે, એટલે એની પાછળ એને જેવા યુવાનોને પ્રેરણા મળે તેવા કાર્યો કરીએ એ જે રીતે બીજાએ ઉપયોગી બને તેવી રીતે બીજા અને ઉપયોગી બને તે ધડ રમેશના જીવનમાથી સૌ કોઈ મેળવે એજ અભ્યર્થના સાથે વહાલા ભાઈ રમેશને આ લખાણદ્વારા હદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છુ.
મનુભાઈ દવે (પત્રકાર)
'