________________
પ્રથમ ભાગમાં પાયાન્તરે, પ્રતિપરિચય વ, માટે બધું લખાઈ ગયું જ છે, એટલે એ બધી વાતો બાજુ પર મૂકી માત્ર એટલુંજ કહીશ કે--આ ગ્રન્થ પાછળ ખરેખરા યશના ભાગીદાર સ્વ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્ય વિજ્યજી મહારાજ છે, કે જેમણે જેસલમેર જેવા દૂરદૂરના ભંડારમાં સચવાયેલી જીર્ણ પ્રતિએ કઢાવીને તેના પરથી ખૂદ જાતે પાઠાંતરે લઇને એક સુંદર પ્રેસ કોપી તૈયાર કરી, અને તેથી જ મારા જેવા અબૂઝનું કામ એકદમ સરળ બની ગયું. જે આ સ્થિતિ ન હોત તો આ ગ્રંથ જે રીતે છપાયે છે તે રીતે આપ ચતુર્વિધ શ્રી શ્રમણસંઘના કરકમલેમાં પહોંચી શક્ત કે કેમ! તે એક વિચારણીય બીના છે.
બીજી એક વાત– આ ગ્રન્થના સંપાદન માટે જેમણે અમને પોતાની પ્રતિઓ વાપરવા આપી તે લા, દ, ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદ. શ્રીપાલનગર જ્ઞાનભંડાર, મુંબઇ, પાટલ્સ જૈન જ્ઞાનભંડાર, નગીનદાસ પૌષધશાળા, પાટણ, આ સર્વ ગ્રંથભંડારેના વ્યવસ્થાપકને અમે પુષ્કળ વડણી છીએ, હું તેમની પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું,
પ્રાન્ત એટલુંજ કહીશ કે આ સંપાદનમાં થયેલી ક્ષતિઓ તરફ નજર ન કરતાં આ ગ્રન્થરાજને ઉપયોગ કરી, આપ આપના સમ્યગ દર્શનને નિર્મલ કરે અને પરમકૃપાવંત, શ્રી જિનરાજના માર્ગને જીવનમાં યથાશકય આચરી, પ્રાન્ત પરમપદ શ્રી નિર્વાણપદને આત્મસાત કરો એજ અભ્યર્થના,
વિ. સં. ૨૦૪૩ કાર્તિક શુકલ પૂર્ણિમા
સુબોધચન્દ્ર નાનાલાલ શાહ રવિવાર
રીuઅગિયારા