________________
ટકાની પ્રશસ્તિમાં પણ કોઈ કોઈ વિશેષતાઓ બતાવી છે જેમાં જગદગુરુ શ્રીહીરસૂરીશ્વરજી મહારાજથી લઈને શ્રીવિજયસિહસૂરિજીની પટ્ટપરંપરા સુધીનો ઉલ્લેખ કર્યો છે. શ્રીહરસૂરીશ્વરજીના ઉપદેશથી સમ્રાટ અકબર જેવો બાદશાહ, અહિંસાપ્રધાન જીવન જીવવાવાળો બનેલો તેવો ઉલ્લેખ, તથા તેમની પાટે આવેલા શ્રીવિજયસેન સૂરિજીને રાજમાન્ય જણાવીને ગુજરાતના ગોધરાશહેરની રાજસભામા મેળવેલી વિખ્યાત કીર્તિનો અને ગોધરા માટે “હા” એવા સંસ્કૃત શબ્દનો પ્રયોગ કર્યો છેશ્રી વિજયસેનસૂરિજીને પાટે આવેલા શ્રીવિજયદેવસૂરિજી અને તેમની પાટે આવેલા શ્રીવિજયસિહસૂરિજીનો તપસ્વી અને ક્ષમાધારી તરીકે ઉલ્લેખ કર્યો છે ત્યાર પછી તપાગચ્છને * છત કહીને તેને અતિ ઉજજવલ જણાવ્યો છે.
ત્યારબાદ પુનઃ પોતાના ત્યાગી કુટુંબને યાદ કરી, પોતાના દાદાગુરુ શ્રીજિતવિજયજી ત્યારપછી શ્રીલાભ વિજયજી સ્વદીક્ષાગુરુ શ્રીનવિજયજીને યાદ કર્યા છે. પોતાના ગુરુદેવને યાદ કરતાં લખે છે કે
કાશીમાં રહીને મને ભણાવવા માટે જેઓશ્રીએ ભૂરિ પરિશ્રમ ઉઠાવ્યો હતો અને જેઓ રાતથી પણ સેવિત હતા ઇત્યાદિ.
આ પ્રમાણે ઐન્દ્રસ્તુતિને ઉદ્દેશીને શરૂ કરેલી પ્રસ્તાવના અહીં પૂરી થાય છે
એમાં શાસ્ત્ર કે પરંપરાવિરૂદ્ધ વિધાન થયું હોય તો તેની ક્ષમા યાચું છુ જે કોઈ વ્યક્તિઓ એક યા બીજી રીતે સહાયક બની હોય તે સહુનો આભાર માની, અને આ ગ્રન્થનું અધ્યયન અધ્યાપન વધે તેવી શાસનદેવને પ્રાર્થના કરી વિરમું છુ.
જૈનઉપાશ્રય, વાલકેશ્વર 3.
મુબઈ ૬. વિ સ ૨૦૧૮
મુનિ યશોવિજ્ય
રાજા હતો ચેન, નત્રયમયંકા રસ ગાળે પરમાત્મા છે, હમે વા નારેડપિ વા |
જેણે ત્રણ જગતને ભય કરનારા રાગ-દ્વેષ હણું નાંખ્યા છે, તે પરમાત્મા સ્વપ્રમાં તેમજ જાગૃતિમાં પણ મારું શરણ હો
પરમજ્યોતિ પવિંશતિના]
-
[શ્રીમદ્ યશોવિજયજી
૨, આ વાત યથા કહી છે આજે પણ જનસંઘમાં એક તપગજ તેજસ્વી, પ્રતિભાસંપન્ન, ઉજ્જવલ, બળવાન અને જીવત દેખાય છે