________________
એ જણાવી દેવું જરૂરી છે કે આ ગ્રન્થની આદિમાં પણ પિન્દ્ર શબ્દ જ વાપર્યો છે.
હવે આ વસ્તુથી પરિચિત વ્યક્તિને નામકરણ કરણ કરવાનું આવ્યું હશે, ત્યારે તેને એમ થયું હશે કે ઉપાધ્યાયજીની વિશિષ્ટ સાધનાને ઐતિહાસિક સકેત જેની પાછળ છે એવા Uા બીજથી સંવલિત નામથી આ ગ્રન્થ જે પાવન થાય તો કેવું સારું ! બસ આવી કોઈ ભાવનામાંથી આરસ્તુતિનો આદ્ય શબ્દ લઈને, બંને હેતુઓને સમાવિષ્ટ રાખીને, સ્તુતિ આગળ પેન્દ્ર શબ્દનું જોડાણ કર્યું હોય તો તે અસંભવિત નથી
ફેન્દ્ર શબ્દ ઈન્દ્ર શબ્દ ઉપરથી બન્યો છે. ફન્દ્રાણા સ ફેન્દ્ર, અને તેમને કરેલી સ્તુતિ તે હેન્દ્રસ્તુતિ . ૪. આ સ્તુતિનો ઉપયોગ કયારે થાય છે?
આ સ્તુતિને પ્રધાન ઉપયોગ તો જૈન આચારના ક્ષેત્રમાં દેવસમક્ષ કરવામાં આવતી દેવવન્દન નામની ક્રિયા વખતે, કાયોત્સર્ગન વિધિ થયા બાદ કરવામાં આવે છે. ૫. શું આવી ચોવીશી પ્રથમજ રચાઈ છે? - આ ચોવીશી પ્રથમજ રચાઈ છે એમ નથી આ ચોવીશીની રચના તો સત્તરમા અને અઢારમા સૈકા વચ્ચે થએલી છે પરંતુ તે પહેલાં અનેક સ્તુતિઓ રચાઈ છે પણ યમકમય પ્રાપ્ય કૃતિઓમાં સહુથી આદ્ય રચના આચાર્યશ્રી બપ્પભદિજીની મલે છે અને તે પછી શ્રીશોભનમુનીશ્વર અને તે પછી શ્રી મેરુવિજયજીગણિ આદિની મલે છે સ્તુતિ જેડા સિવાયની ચોવીશ તીર્થકરોની છુટક સ્તુતિઓ બીજી મલે છે' આ બધી કૃતિઓ મુદ્રિત થઈ ગઈ છે. બમ્પટ્ટિજીની રચનાને કાળ નવમ સેકો છે ૬, કાવ્યની દૃષ્ટિએ સ્તુતિને પ્રકાર શું? અને છંદોના પ્રકારો ક્યા?
કાવ્યની દષ્ટિએ સ્તુતિચોવીશીઓ બે પ્રકારની જવાય છે એક ચમકમય અને બીજી યમપદ્ધતિ વિનાની અહિયા ઉપર જે સ્તુતિઓ ગણાવી છે તે યમકમય સ્તુતિઓની છે. બાકી યમકપદ્ધતિ વિનાની સ્તુતિઓ તો સંકડો છે અને તે ચિત્ર-વિચિત્ર પ્રકારોવાળી અને મનને અત્યન્ત આલ્હાદક લાગે તેવી ચમત્કૃતિઓવાળી છે.
- સ્તુતિના છન્દોનુ વૈવિધ્ય પણ ઠીક ધ્યાન ખેંચે તેવું છે ૨૪ સ્તુતિઓમા કુલ ૧૭ પ્રકારના છન્દોનો ઉપયોગ થયો છે અને મોટા ભાગના છો તો શોભન સ્તુતિમાં વપરાયા છે તેજ અપનાવ્યા છે જૂઓ પરિશિષ્ટ - ૨. ૭. અન્દ્રસ્તુતિ એ સ્વતંત્રકૃતિ છે કે અનુકરણાત્મક
ઐન્દ્રસ્તુતિ એ સ્વતંત્ર રીતની મલિક રચના છે એવું નથી પરંતુ તે એક અનુકરણાત્મક કૃતિ છે. અને અનુકરણ કરવા માટે તેમની સામે પ્રધાન જ્ઞાની, ધ્યાની એવા શ્રી શોભન મુનિવરની બનાવેલી સ્તુતિચતુર્વિશતિકાનો આદર્શ હતો એ નિ સંદેહ બીના છે. કારણ કે શોભનસ્તુતિ સાથે ઉપાધ્યાયજીની તમામ સ્તુતિઓ માત્ર વિષય કે છંદોનું જ નહિ પણ બીજી રીતે પણ મોટાભાગનું સામ્ય ધરાવે છે. પરન્તુ એકલા સામ્યથી જ કઈ અનુકરણાત્મક કૃતિ છે એમ ન કહી શકાય ત્યારે એ માટેનો મજબૂત પુરાવે એ છે કે, ઉપાધ્યાયજીએ પોતાની સ્તુતિમા શ્રી શોભનમુનિજીના વાક્યોના વાક્યો અને પદોનાં પદો યુકિચિત ફેરફાર કરીને જેમનાં તેમ આહરી લીધા છે. ચોથા ભાગની સ્તુતિઓ તો એવી છે કે જેમા શોભનસ્તુતિમાં આવતા કેટલાક વિશેષણ માત્ર શાબ્દિક વિપયસ સર્જીને મૂક્યા છે વળી છન્દ, ચમકાલકારના પ્રકારો અને દરેક સ્તુતિના દેવ-દેવી સુદ્ધાં (એકાદ અપવાદ બાદ કરીને) શ્રી શોભન મુનિવરે જે અને જે રીતે પસંદ કરેલા છે, પ્રાય તે રીતે જ ઉપાધ્યાયજી મહારાજે અપનાવ્યા છે તેથી શોભન સ્તુતિના પદ વાક્યો અને વિશેષણના આહરણથી ચમકાલંકારથી સભર સ્તુતિ નિર્માણ થઈ એનું નિર્માણ કરવામાં તેમને કેવી સુગમતા થઈ તેનો સ્પષ્ટ ખ્યાલ નિમ્ન ઉદાહરણથી આવી શકશે
૧ તે સિવાય ૨૭ થી ૩૯ કાવ્ય પ્રમાણવાળી સ્તુતિઓ તો કવિ ચક્રવર્તી શ્રીપાલ, સોમપ્રભાચાર્ય, ધર્મઘોષસૂરિ, જિનપ્રભસરિ, ચારિત્રરત્નગણિ, ધર્મસાગરોપાધ્યાય આદિની ઘણી મલે છે.
૨. માત્ર શોભનતુતિમા ૭૯ મા પદ્યમા કપર્દિયક્ષની સ્તુતિ છે જ્યારે ઐન્દ્રસ્તુતિમાં સરસ્વતીની છે,