________________
આઇ મુરબ્બીશ્રી મહું ધારશીભાઈ જીવનભાઈ શાહને
ટુંક પરિચય મહુમ ધારશીભાઈ જીવનભાઈ શાહ, જેને ઓઈલ જીનપ્રેસ સાથે આ સિકાની શરૂઆતથી સંબંધ, પુના સાતે ડીવીઝનના જુદા જુદા સ્થળેના જુનામાં જુના અને અગ્રગણ્ય એજન્ટ તરીકે, જાણીતા છે. તેને જન્મ કાઠિયાવાડમાં પીપળીયા ગામમાં થયેલ માત્ર પ્રાથમીક કેળવણી લઈ, ૧૧ વર્ષની નાની ઉંમરે આગળ વધવાની ધગશ સાથે, માત્ર ખીસ્સામાં ૨ રૂા. જેટલી નજીવી રકમ સાથે વતન છેડયું મુંબઈ આવી મનજી નથુભાઈની પેઢીમાં ઓફીસ બેય તરીકે નોકરી લીધી, ત્યાં ઉત્તરેતર દરેક કામમાં ખંત રાખી સંતોષ આપતાં તેમને પુના મેકલવામાં આવ્યાં. પુનાથી કરમાલા આવી ખભા ઉપર તેલ ઉપાડી ફેરી પણ કરી અને ત્યાંના સબ એજન્ટોને એકદમ પ્રમાણીકપણે સખત કામ બતાવી, કરમાલા ગામમાં તેલની સગડીલરશીપ પ્રાપ્ત કરી ધીરે ધીરે તેજ પ્રમાણે મહેનત ચાલુ રાખતાં ૧૯૩૧માં જ્યારે બમશેલ અને એસ. વી. ઓ સી વચ્ચે ભાવની હરીફાઈ ઉપડી ત્યારે પિતાની સતત સેવા બતાવી બમશેલ પાસેથી ઘડીયાલ બક્ષીસ મેળવી અને તે લાઈનને તમામ કાર્યવાહીઓની ચાહના પ્રાપ્ત કરી.
ધીરે ધીરે પિતાની ખંતથી તેવીજ એજન્સીઓ લીટન કુ, સીમેન્ટ ક, આઈ સી. આઈ. વિગેરેની પણ મેળવી પિતાના વ્યાપારની સારી જમાવટ કરી.
સેલાપુર ડીસ્ટ્રીકટમાં સારા આબરૂદાર શહેરી તરીકે વગ તેમજ ચાહના મેળવી અને લેકસેવા પણ સાથે સાથે ચાલુ રાખી કરમાલા યુ ના પ્રેસીડન્ટ થયા. સેલાપુર ડીસ્ટ્રીકટમાં દેશ હિતના અનેક કામમાં તન, મન, ધનથી સારી સેવા બજાવી.
તેનું ખાનગી જીવન પણ બહુ સાદું હોવાથી બધા તેને ચાહતા અને ધંધામાં પણ સારે લાભ મળે અને તેજ પ્રમાણે સેવાના તથા ધર્માદાના અનેક કાર્યોમાં સારી રકમ વાપરી.
- પિતાના કુટુંબના વડા તરીકે પણ કુટુંબીજને, સગાં, સબંધીઓને દરેક રીતે માર્ગદર્શન આપી જુદા જુદા ધંધા તેમજ એજન્સીઓ વિગેરે મેળવી સ્થિરતા પ્રાપ્ત કરવામાં ઘણે પરિશ્રમ લીધે.
યાત્રિક ખેતીની પ્રગતીના કાર્યસર વિલાયત જઈ આવ્યા, અમેરીકા જવા પણ ધારણ હતી ત્યાં લંડનમાં ૧૪-૭-૪ત્ના રેજ હૃદય બંધ પડી જતાં સ્વર્ગવાસ કર્યો. તેમની પાછળ બહેલું કુટુંબ, ઘણાં સગાં તેમજ સ્નેહીઓ મુકી ગએલ છે. જેઓ સર્વને પિતાની મીઠી યાદગીરી મુકી જીવનનું સાર્થક કરી ગએલ છે.