________________
૮
પિતાને ત્યાં નેકરી કરી ગએલ મુનિમ કે કોઈપણ વ્યકિત કમાણી કરીને ખુબજ આગળ આવે, સારા અને સંસ્કારી થાય વ્યવહારમાં સવાયા થાય તેને ત્યાં લગ્ન પ્રસંગ હોય અગર તે સારામાં સારા મકાને તેણે ક્યાં હોય તેવા પ્રસંગે જવાનું થાય ત્યારે તેમના આનંદને અવધી થઈ જતે તે વખતે તેઓની આંખનું અમૃત જેમણે નજરોનજર જોયું હશે તે તેમને જીવન ભર નહીં ભૂલે આવી એક મહાન વિભૂતિના જીવનને ટુંક સાર જ આપી શકાય સાગપાંગ જીવન તે કયાંથી લખાય?
કાળી :
જનમ્યું તે જવાનું જ તે કુદરતને કમ છે તેને આધીન તે સારા નરસ દરેકને થવું જ પડે. સંવત ૨૦૦૭ માં તેઓશ્રી ૬૮ વર્ષનું આયુષ્ય ભેગવી ક્ષણભંગુર દેહને છેડી ગયેલા. પરંતુ તેમની સુવાસ સદાય પ્રસરતી જ રહેવાની, ભાણવડ જેવડા નાનકડા ગામમાં અને આસપાસના ગામમાં જ્યાં જ્યાં તેઓ ગએલા અગર તે તેમનું કાર્યક્ષેત્ર હતું ત્યાં ત્યાં તેમના અવસાનથી સન્નાટો છાઈ ગયેલું. એમનું મૃત્યુ વિશવર્ષના કૉતરને શેક હોય તે શેક સર્વત્ર આપતું ગયેલું. નામ ઠામના લેભ વિના કરેલાં તેમનાં ગુપ્તદાને એટલાં બધાં હતાં કે તેમના જવાથી નાના મોટા દરેકને એક સરખી ખટ લાગતી હતી. છતાં તેઓ જીવતર જીવી ગયાં. આવું ધન્ય જીવન અને ધન્ય મૃત્યુ જોઈને આર્તધ્યાન રૌદ્રધ્યાન ધરવું તે કરતા તેમના જેવા થવાના પ્રયત્ન કરવા. અને તેમના અમર આત્માની શાન્તિ માટે પ્રાર્થના કર્યા સિવાય બીજો માર્ગ જ કયાં છે?
» શાન્તિ ! શાન્તિ !! શનિ !!!