________________
મલ્લિ-મુનિસુવ્રત-નમિ જિન વંદના...
कुंभनरेससमुद्दाऽमयकुंभो, मल्लिनाहजिणचंदो ।
देविपहावइजाओ, दिसउ सिवं कम्मखयमल्लो ।।१९।। કુંભરાજારૂપ સમુદ્રમાં અમૃતકુંભ સમાન, અને કર્મક્ષય કરવામાં મહામલ્લ સમાન એવા પ્રભાવતી દેવીથી ઉત્પન્ન થયેલા છે મલ્લિનાથ ! તમે મોક્ષલક્ષ્મી આપો. ૧૯
पउमावइ देवीसुअ ! सुमित्तहिमवंतपोम्मदहरूवो ! ।
मुणिसुव्वयतित्थेसो ! पणई अम्हाण तुम्ह सिया ॥२०॥ સુમિત્ર રાજારૂપી હિમાચલમાં પદ્મદ્રહ સમાન અને પદ્માવતી દેવીના પુત્રહે મુનિસુવ્રત પ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું. ૨૦
वप्पादेवीरोहण-गिरिरयण ! विजयनरिंदकुलदीव !।
विस्सनमंसियपयकय ! नमिजिणवर ! देसु मत्तिसुहं ॥२१ ।। વપ્રાદેવીરૂપ વજખાણની પૃથ્વીમાં વક્સમાન, વિજયરાજાના પુત્ર અને, જેમનાં ચરણકમળ જગતને નમસ્કાર કરવા યોગ્ય છે એવા હે નમિપ્રભુ ! તમને નમસ્કાર કરું છું. ૨૧