________________
Shri Ashtapad Maha Tirth
કાલ-ચક્રના એક પડખે આ અવસર્પિણી (કાલ) માં આપના જન્મને વિષે ત્રીજો આરો સુવર્ણમય હોય તેમ શોભી રહ્યો. (૭)
जम्मि तुमं अहिसित्तो, जत्थ य सिवसुक्खसंपयं पत्तो। ते अट्ठावयसेला, सीसाभेला गिरिकुलस्य ।।८।।
(यत्र त्वमभिषिक्तो यत्र च शिवसुखसंपदं प्राप्तः तावष्टापदशैलौ, शीर्षापीडौ गिरीकुलस्य ।।)
જે સુવર્ણના ગિરિ ઉપર આપનો (જન્મ) અભિષેક થયો તે એક અષ્ટાપદ (મેરૂ) પર્વતે તેમજ જયાં આપ શિવ સુખની સંપત્તિ (નિર્વાણ)ને પામ્યા મે (વિનીતા નગરીની સમીપમાં રહેલો આઠ પગથીઆવાળો) બીજો અષ્ટાપદ પર્વત, એ બે પર્વતો (સમસ્ત) પર્વતોના સમૂહના મસ્તકને વિષે મુકુટરૂપ થયા. (૮)
धन्ना सविम्हयं जेहिं, इत्ति कयरज्जमज्जणो हरिणा। चिरधरिअनलिणपत्ताऽभिसे असलिलेहिं दिट्टो सि।।९।।
(धन्याः सविस्मयं यैर्झटिति कृतराज्यमज्जनो हरिणा। चिरघृतनलिनपत्राभिषेकसलिलैर्दृष्टोऽसि ।।)
હે જગન્નાથ ! ઇંદ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક કરાયેલા એવા આપને વિસ્મયપૂર્વક લાંબા કાળ સુધી કમળનાં પત્રો વડે અભિષેક-જલધારણ કરવાપૂર્વક જે (યુગલિકોએ) જોયા તેઓ ધન્ય છે. (૯)
दाविअविज्जासिप्पो, वज्जरिआसेसलोअववहारो। जाओ सि जाण सामिअ, पयाओताओ कयत्थाओ ।।१०।।
(दर्शितविद्याशिल्पो व्याकृताशेषलोकव्यहारः। નાતોડ િયાસાં સ્વામી પ્રનાસ્તાઃ વૃતાર્થો )
જેમણે (શબ્દ-લેખન-ગણિત-ગીત ઇત્યાદિ) વિદ્યાઓ અને (કુંભકારાદિક) શિલ્પો દેખાડ્યાં છે, તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય, લગ્ન ઇત્યાદિ) સમસ્ત પ્રકારનો લોક-વ્યવહાર પણ સારી રીતે સમજાવ્યો છે, એવા આપ જે પ્રજાઓના સ્વામી થયા છો, તે પ્રજા પણ કૃતાર્થ છે. (૧૦)
बंधुविहत्तवसुमई वच्छरमच्छिन्नदिभधणनिवहो । जह तं तह को अन्नो निअमधुरं धीर ! पडिवन्नो ।।११।।
(बंधुविभक्तवसुमतिः वत्सरमच्छिन्नदत्तधननिवहः । यथा त्वं तथा कोऽन्यो नियमधरां धीर ! प्रतिपन्नः।।)
જેમણે (ભરતાદિક પુત્રો અને સામન્તોરૂપી) બાન્ધવોમાં પૃથ્વી વહેંચી આપી છે તથા જેમણે એક વર્ષ પર્યંત નિરંતર ધનના સમૂહનું દાન કર્યું છે, એવા આપે જેવી રીતે (દીક્ષા-સમયે સમસ્ત પાપમય આચરણના ત્યાગરૂપી) નિયમ ધુરાને ધારણ કરી, તેવી રીતે હે ધીર ! અન્ય કોણ ધારણ કરી શકે? (૧૧)
– 213 -
- Shri Rushabhpanchashika