________________
Reflections
અંતરને આનંદદાયક. ભવભ્રમણની ભ્રમણાને ટાળનારી અલૌકિક પ્રભુજીની પ્રતિમાઓ નયનરમ્ય છે, અને આ જીવનને શાંત સુધારસ પાનારી છે.
|- સા. નિત્યોદયાશ્રીજી મ. સા. |
અભૂત... શબ્દો ઓછા પડે અને ભાવ વહ્યા કરે. આ કલેક્શન બતાવીને આપણો વૈભવ આપણે જાણી શક્યા. જૈન હોવાનું વધારે અભિમાન થયું. યુવાવર્ગને તમે રસ્તો બતાવ્યો. આભાર, અંતરની શુભેચ્છા.
| સમ્મદર્શનની શુદ્ધિ કરનાર, પરમતત્ત્વ લગી | પહોંચાડનાર પરમાત્માના દર્શન કરી હૈયું અતિઉલ્લીત બન્યું છે. જે આ પ્રતિમાના દર્શન કરશે તેનું સમ્યગ્દર્શન નિર્મળ બનશે.
| - સા. રાજચંદ્રાશ્રીજી મ. સા.
આ પત્થરની મૂર્તિઓ જાણે સાક્ષાત્ ન હોય તેવો અનુભવ થયો છે. ફક્ત આ મૂર્તિઓને દર્શનીય ન રાખતા આગળ વધીને વંદનીય, તેનાથી આગળ વધીને પૂજનીય બનાવવા પૂરતો પ્રયાસ થાય તો સારું, કારણ ધાતુ/આરસ તો ઘણા પૂજનીય જોયા છે. પણ અલગ-અલગ રત્નોની પ્રતિમા પૂજનીય ઘણી ઓછી જોઈ છે.
- સા. તત્ત્વપૂર્ણાશ્રીજી મ. સા.
કલિયુગના પંચમ આરામાં પણ દેવોની અલૌકિક અદશ્ય સહાયતા ભકતોને મળે છે, અમે આવી સુંદર, નયનરમ્ય, અદ્ભુત મૂર્તિઓના દર્શન કરીને ભવના આ ફેરામાં ધન્યતા અને શાંતિનો અનુભવ કર્યો. જ્યાં પણ આ મૂર્તિની સ્થાપના થશે. ખરેખર એ ભૂમિ, શહેર, ગામમાં અનંતા પુણ્યના પ્રભાવે આવી મૂર્તિઓના દર્શન કરીને સર્વ જીવો ધન્યતા અનુભવશે.
અદ્ભુત ૮૦ વર્ષની ઉંમરમાં આટલી જુદીજુદી પાષાણની બનેલી અતિ સુંદર પ્રતિમાઓ જોવાની તક મળી નથી. રજનીભાઈની મહેરબાનીથી જીંદગીમાં ન જોયેલું ખૂબ જ સુંદર પ્રદર્શન જોવા મળ્યું. ખૂબ ખૂબ અનુમોદના.
- શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શાહ
જે સ્વપ્ન જોવાનું પણ મુશ્કેલ છે તે સ્વપ્ન અહીં સાકાર થઈ રહયું છે. ‘ન ખલું એવું ભુઅ'- આ કલ્પસૂત્રના શબ્દો અહીં જીવંત બન્યા છે. આપણા ધર્મનું અભિમાન જાગે તેવી સુંદર અને સાકાર કલ્પના. | - વૈરાગ્યરતિવિજય, પ્રશમરતિવિજય
Reflections
-
462
-