________________
ભરત મહારાજાએ કરેલી ચોવીશ જિનેશ્વરોની સ્તુતિ
ઋષભ-અજિત-સંભવ જિન વંદના...
परमेसर ! संसारं, जहा असेसं चइत्थ दुहभरियं । तह निम्ममोवि चित्तं, न चयसु कयावि मम नूणं ॥
હે પરમેશ્વર ! જેવી રીતે મમતારહિત એવા તમે આ સર્વ સંસારનો ત્યાગ કર્યો તેવી રીતે હવે કદાપિ મારા મનનો ત્યાગ કરશો નહીં.
इअ थुणिऊणं उसहं, पहुं तओ जिणवरे य अण्णे । नमिउं नमिउं भरहो, पत्तेगं वण्णिउं लग्गो ॥ १ ॥
એવી રીતે આદીશ્વર ભગવંતની સ્તુતિ કરીને ભરત બીજા દરેક જિનેશ્વરોને નમી-નમીને પ્રત્યેકની સ્તુતિ કરવા લાગ્યા. ૧
विसयकसाया अजिअं, विजयामायर सुकुक्खिवरहसं । जियसत्तुनरिंदसुयं, नमामि अजियं अजियनाहं ॥ २ ॥
વિષય કષાયથી અજિત, વિજયામાતાની કુક્ષિમાં માણિક્યરૂપ અને જિતશત્રુ રાજાના પુત્ર હે જગત્સ્વામી અજિતનાથ ! તમે જય પામો. ૨
भवगयण पारगमणे, सूरं सेणोयरस्स वररयणं । नरवइजियारिजायं, संभवजिणणाहमरिहामि ॥३॥
સંસારરૂપી આકાશનું અતિક્રમણ કરવામાં સૂર્યરૂપ, શ્રીસેનાદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને જિતારી રાજાના પુત્ર-એવા હે સંભવનાથ ! તમને હું નમસ્કાર કરું છું. ૩