________________
શાંતિ-કુંથુ-અરનાથ જિન વંદના...
सिरिसंतिनाहजिणवर ! अइरादेवीवरंगओ भवसु ।
निववीससेणकुलणह- चंदो ! भवियाण संतिगरो ।।१६।। વિશ્વસેન રાજાના કુળમાં આભૂષણ રૂપ અને અચિરા દેવીના પુત્ર-હે શાંતિનાથ ભગવાન ! તમે અમારા કર્મની શાંતિ માટે થાઓ. ૧૬
सिरिकुंथुनाह ! भयवं ! सूरनरिंदकुलगयणतिमिरारी !
सिरिजणणी- कुक्खिमणी !, जएसु उम्महियमयणमओ ।।१७।। શૂર રાજાના વંશરૂપ આકાશમાં સૂર્ય સમાન, શ્રીદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને કામદેવનું ઉન્મથન કરનારા-હે જગત્પતિ કુંથુનાથ ! તમે જય પામો. ૧૭
देवीमाणसहंसो, सुदंसणनरिंदचित्तघणमोरो ।
तित्थयरो अरणाहो, देउ मम भवुत्तरणवरयं ।।१८।। સુદર્શન રાજાના પુત્ર અને દેવી માતારૂપ શરદ લક્ષ્મીમાં કુમુદ સમાન એવા છે અરનાથ ! તમે મને સંસાર તરવા રૂપ વૈભવને આપો. ૧૮.