________________
| અષ્ટાપદના સ્તવનો છે
(નીંદરણી વેરણ હુઈ રહી એ દેશી) શ્રી અષ્ટાપદ ઉપરે, જાણી અવસર તો આવ્યા આદિનાથ કે, ભાવે ચોસઠ ઇન્દ્ર શું, સમવસરણે હો મલ્યો મોટો સાથ કે. શ્રી. ૧ વિનિતા પુરીથી આવી, બહુ સાથે હો વલી ભરત ભૂપાલ કે, વાંદી હીયડા હેજશું, તાત મુરતી હો નિકે નયણે નિહાલ કે. શ્રી ર લેઈ લાખીણાં ભામણાં, કહે વયણલાં હો મોરા નયણલાં ધન્ન કે, વિણ સાંકલ વિણ દોરબાંધી લીધું હો વહાલા તેં મગ્ન કે. શ્રી. ૩ લઘુભાઈએ લાકડા, તે તો તાતજી હો રાખ્યા હૈડા હજુર છે, દેશના સુણી વાંદી વદે, વન્ય જીવડા હો જે તર્યા ભવ પૂર કે. શ્રી .૪ પૂછે પ્રેમે પૂરીયો, આ ભરતે હો આગલ જગદીસ કે, તીર્થકર કેતા હોશે, ભણે ઋષભજી હો અમ પછી ત્રેવીશ કે. શ્રી. ૫ માઘની સામલી તેરશે, પ્રભુ પામ્યા હો પદ પરમાનંદ કે, સાંભળી ભરતેશ્વર કહે, સસનેહી હો નાભિરાયના નંદ કે. શ્રી. ૬ મનમોહન દિન એટલા, મુજ સાથે હો રૂપણી નવી લીધ કે, હેજ હૈયાનો પરહરી, આજ ઊંડા હો અબોલડા લીધ કે. શ્રી. ૭ વિણ વાકે કાંઈ વિસરીયા, તેં તોડ્યા હો પ્રભુ પ્રેમના ત્રાગ કે, ઇન્દ્ર ભરતને બુઝવ્યા, દોષ મ દીયો હો એ જિન વીતરાગ કે. શ્રી.. શોક મુકી ભરતે સરૂ, વાર્દિકને હો વલી દીધ આદેશ કે, શુભ કરો જિણ થાન કે, સંસ્કારો હો તાતજી રીસહસકે. શ્રી.
Ashtapad Tirth Stavan -
-
360 to