________________
Shri Ashtapad Maha Tirth
ઋષભ ચોવીશીના ત્રણ જે આરા, તેમાં પણ એ રીત રે ! ઋષભ પ્રભુજીના જન્મ સમય લાગે, અઢાર કોડા-કોડી જીત રે !
ધન, રા અઢાર કોડાકોડી સાગરમાંહે, દશ ક્ષેત્ર સરિખા ભાવ રે | ભૂમિ થાળી સમ સરખી હોઈ, જંબૂદ્વીપપન્નત્તિ જીવાભિગમમાં બતાવે રે !
ધન, Iકા ત્રીજા આરાના વરસ થાકતે, ચોરાસી લખ પૂર્વ વરસે રે ! નાભિનૃપ સરિખાના કુલમેં, પ્રગટે પ્રથમ જિન હરસે રે !
ધન, જા ત્રીજા આરાના વર્ષ ચોરાશી, લાખ પૂર્વ રહે શેષ રે. દશ ક્ષેત્રે સમકાળે હોઈ, બંદર ભરતક્ષેત્ર પ્રમાણે હોઇ,
વાદળ પ્રગટતે જલધર વરસે રે .
ધન, પા પંચ જાતિના જલધર વરસે, સમભૂમિ જળથી ખોદાય રે ! નાના મોટા પર્વત પ્રગટે, સમભૂમિ વિષમ તે થાય રે ..
ધન ૬ાા અવસર્પિણ ઉત્સર્પિણી એડવાં, લોમ વિલોમ છે ભાવ રે . શાશ્વતા ભાવ કહ્યા વીતરાગે, કાળ સ્વભાવ બનાવ રે,
જંબૂદ્વીપ-પન્નત્તિમાં ભાવ રે !
ધન, શા જંબૂના દક્ષિણ દરવાજેથી, વૈતાઢ્યની મધ્યમ ભાગ રે ! નયરી અયોધ્યા ભરતની જાણો, કહે ગણધર મહાભાગ રે ..
ધન, ૮ જંબૂના ઉત્તર દરવાજેથી, વૈતાઢ્યથી મધ્યમ ભાગ રે . અયોધ્યા ઐરાવતની જાણો, કહે ગણધર મહાભાગ રે !
ધન, લા બાર યોજન છે લાંબી પહોળી, નવ યોજનને પ્રમાણ રે નયરી અયોધ્યા નજીક અષ્ટાપદ, બત્રીસ કોશ ઊંચાણ રે ..
ધન૧ના તે અયોધ્યામાં નાભિ નરપતિ, કુલ વહ મરૂદેવી નાર રે | ઋષભ પ્રભુજીનાં માતાપિતા એહ, ધન ધન જસ અવતાર રે !
ધન, ૧૧ સરવારથનાં સુર સુખ પાળી, સાગર તેત્રીસ આય રે ! અષાઢ વદ ચોથ જિન ચવિયા, ચ્યવન કલ્યાણક થાય રે !
ધન, ૧૨ા. ચૈત્ર વદ નિશિ અષ્ટમી જન્મ્યા, ત્રિભુવન થયો ઉદ્યોત રે ! દીપવિજય કવિરાજ પ્રભુજી, તારણ ભવજળ પોત રે !
ધન૧૩
Ashtapad Tirth Pooja
-
334
-