________________
વિમલ-અનંત-ધર્મનાથ જિન વંદના...
सामाणण-वरचंदो, कयवम्मनरिंदसागरससंको ।
अरिहो विमलजिणेसो, हिययं विमलं महंकुणउ ।।१३।। કૃતવર્મ રાજાના પુત્ર અને શ્યામાદેવી રૂપ શમી વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અગ્નિસમાન એવા છે વિમલસ્વામી! તમે અમારું મન નિર્મળ કરો. ૧૩
सिरिसिंहसेणनरवइ-कुलमंगलदीवगो अणंतजिणो ।
सुजसादेवीसूणू, वियरसु अम्हं सुहमणंतं ।।१४।। સિંહસેન રાજાના કુળમાં મંગળદીપક અને સુયશા દેવીના પુત્ર છે અનંત ભગવાન્ ! તમે અનંત સુખ આપો. ૧૪
भाणुनिवहिययचंदो, सुवयापुव्वायलेसउसिणंसू ।
धम्मजिणेसो भयवं, विहेउ धम्मे मई मज्झ ।।१५।। સુવ્રતા દેવીરૂપ ઉદયાચળની તટીમાં સૂર્યરૂપ અને ભાનુરાજાના પુત્ર એવા હે ધર્મનાથ પ્રભુ ! તમે ધર્મને વિષે મારી બુદ્ધિ સ્થાપન કરો. ૧૫