________________
Shri Ashtapad Maha Tirth
મને કંઈ કામસેવા ફરમાવો, ત્યારે પાદલિપ્તચાર્યે કહ્યું કે “તું જીવનભર જૈન ધર્મ પાળીને આત્મકલ્યાણ સાધ.'
નાગાર્જુનને જીવનભર જૈન ધર્મનું યોગ્ય રીતે પાલન કર્યું. એણે શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટીમાં પાદલિપ્તપુર નામનું નગર વસાવ્યું. આજે એ પાલીતાણા તરીકે ઓળખાય છે. કોઈ જૈન આચાર્યના નામ પરથી કોઈ નગરનું નામ પડયું હોય તેનું આ વિરલ દૃષ્ટાંત છે.
નાગાર્જુને ગિરિરાજ પર જિનમંદિર બનાવ્યું તેમાં આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીના હાથે અનેક જિનબિંબો સ્થાપ્યા. વળી આચાર્યશ્રીની મૂર્તિ પણ સ્થાપી. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિએ “તરંગવતી' નામની વિશ્વના કથાસાહિત્યમાં આગવું સ્થાન ધરાવતી પ્રાકૃત મહાકાવ્યની રચના કરી.
આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીએ “નિર્વાણકલિકા', “પ્રશ્નપ્રકાશ', “કાલજ્ઞાન', જ્યોતિષ કરંડક' ની ટીકા, ‘તરંગલીલાકથા” અને “વીરસ્તુતિ’ જેવી કૃતિઓની રચના કરી હતી. શ્રી શત્રુંજય તીર્થ પર બત્રીસ દિવસનું અનશન કરીને આ પાદલિપ્તસૂરિ કાળધર્મ પામ્યા હતા. આ રીતે ઉત્કૃષ્ટ સાહિત્ય, પ્રભાવક પ્રતિબોધ અને વિસ્મયજનક સિદ્ધિઓ ધરાવતા શ્રી પાદલિપ્તસૂરિજીએ જિનશાસનની યશસ્વી સેવા કરી.
Shri Padliptsuri
-
310
w