________________
Shri Ashtapad Maha Tirth
અષ્ટાપદજીની યાત્રાના પ્રસંગને સાંકેતિક રીતે ઘટાવીએ તો આ રીતે સમજી શકાય ઃ અષ્ટાપદજી એટલે આઠ પદ. જૈનશાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિને કેવલજ્ઞાન-અનંત કે અનાવરણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે ૧૩મા ગુણસ્થાનકે પહોંચવું જોઈએ. તેરમા ગુણસ્થાનકે પહોંચનાર વ્યક્તિ તે સયોગી કેવળી. ચૌદમા ગુણસ્થાને પહોંચનાર વ્યક્તિ તે અયોગી કેવળી. ચૌદ ગુણસ્થાન એટલે જૈન પરિભાષા પ્રમાણે સંપૂર્ણ આત્મવિકાસનાં ચૌદ પગથિયાં અથવા ચૌદ તબક્કા. ચૌદ ગુણસ્થાનમાં આઠમા ગુણસ્થાનનું નામ છે અપૂર્વકરણ. એ ગુણસ્થાને પહોંચતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતીકર્મો ઘણાં જ પાતળાં પડવા લાગે છે. તેથી આત્મા અલૌકિક શાંતિ અનુભવે છે. તેને વીતરાગપણાની ઝાંખી થવા લાગે છે. આ ગુણસ્થાને પહોંચવા માટે જ્ઞાનની જરૂર પડે છે. જ્ઞાનની સહાય વડે જ કર્યો હળવાં થવા લાગે છે. અને ઉત્તરોત્તર એનો ક્ષય થવા લાગે છે. ગૌતમસ્વામી સૂર્યકિરણ પકડીને અષ્ટાપદ પર પહોંચ્યા અને ત્યાં તેમણે વીતરાગ પ્રભુની પ્રતિમાઓના દર્શન કર્યાં. શાસ્ત્રમાં જ્ઞાનને સૂર્ય સાથે સરખાવ્યું છે. સૂર્ય કરતાં પણ જ્ઞાનની શક્તિ ઘણી ચડિયાતી છે. ગૌતમસ્વામી સૂર્યકિરણ પકડીને એટલે કે જ્ઞાનને સહારે દોષો, કર્મો દૂર કરતાં કરતાં ક્રમશઃ આત્મશુદ્ધિ કરતાં કરતાં અષ્ટાપદ ઉપર પહોંચ્યા એમ ઘટાવી શકાય. તેમને અપૂર્વ આનંદ થયો.
.9 307 ..
Gautam Swami - Ek Adhyayan