________________
Shri Ashtapad Maha Tirth
ખરેખર ખેદની વાત છે કે– કરેલા આચરણથી મેં મારા દ્વારા જ પાપનું ઉપાર્જન કરેલ છે. રાજાઓને માટે અંતઃપુર કે નગર સર્વ સરખું જ છે. અપરાધ વિના પણ પીડા આપનાર તેઓની (રાજાઓની) શી ગતિ થાય ? ખરેખર, દાંતો વડે તૃણને ગ્રહણ કરતાં શત્રને પણ લોકો હણતા નથી તો ઘાસ ખાનારા પ્રાણીઓને વિવિધ પ્રકારના શસ્ત્રો વડે શા માટે હણવા જોઈએ ? ખરેખર, વિશ્વ અરાજકતાથી ભરેલું છે; શરણ વિનાનું છે. બળવાન અજ્ઞાની જીવોથી નિર્બળ પશુઓ શા માટે હણતા હશે ? કલાવતી વિગેરે સતીઓ અને મિત્રાનંદ વિગેરે પુરુષોએ અલ્પ હિંસા માત્રથી દુસ્તર સાગર જેવું દુઃખ પ્રાપ્ત કર્યું હતું. બ્રહ્યાનું મસ્તક કાપી નાખવાથી ખોપરીમાં ભિક્ષા ગ્રહણ કરતા, દીન અને નગ્ન શંકર પણ ઘણા સમય સુધી નચાવાયા છે. શું ખાવા લાયક બીજા પદાર્થો નથી ? અથવા તો શું પવનથી જીવી શકાતું નથી ? જીવહિંસા કરીને પોષણ પામતાં જીવિતથી શું ? કરોડો ભવે પણ ન મળી શકે તેવા આ રમણીય માનવ-ભવને પ્રાપ્ત કરીને જે પ્રાણી વિષયનો ત્યાગ કરતો નથી તે નૌકામાં બેસવા છતાં ડૂબે છે.”
આ પ્રમાણે બોલતાં શ્રુતસાગર મુનિવરના વચનોથી મોહનો ત્યાગ કરીને મમ્મણે વાસ્તવિક ધર્મ પ્રાપ્ત કર્યો. રાણી વીરમતી સાથે શ્રાવક ધર્મ સ્વીકારીને પવિત્ર બુદ્ધિવાળો મમ્મણ રાજવી મુનિરાજના ચરણોમાં નમસ્કાર કરીને, બે હાથ જોડીને કહેવા લાગ્યો કે- “હે પૂજ્ય ! મારા જેવા દુર્બદ્ધિ, દુરાત્મા, અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા દુષ્ટ પ્રાણીઓને માફ કરો તે પૂજ્ય ! એક વનમાંથી બીજા વનમાં પરિભ્રમણ કરતાં આપ કઈ તરફ જઈ રહ્યા હતા તે મને જણાવો મૂઢ બુદ્ધિવાળા મેં આપને અહીં લાંબા સમય સુધી રોકી રાખ્યા છે.” મુનિવરે જણાવ્યું કે- “હે ભાગ્યશાલી ! સાંભળ, વિશ્વને વિષે પ્રસિદ્ધ અષ્ટાપદ નામનું તીર્થ છે. તે પર્વતના સુંદર શિખર પર ભરત ચક્રવર્તીએ બનાવેલ, તીર્થકર ભગવંતોની મૂર્તિઓ યુક્ત સિંહનિષદ્યા નામનો જિનપ્રાસાદ છે, વર્તમાનકાળે તે પર્વત પર ચઢવાનું મનુષ્યો માટે અશકય છે; કારણ કે તે પર્વતના આઠ પગથિયા એક એક યોજની ઊંચાઈવાળા છે. કાળના પ્રભાવથી અત્યારે આ સમયના પ્રાણીઓ માટે તે તીર્થની તળેટીનો સ્પર્શ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે. જે કોઈ તે અષ્ટાપદ પર્વત પર જઈને, અરિહંત પરમાત્માઓની પ્રતિમાઓને વાંદે છે તે પ્રાયઃ આઠ ભવમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે. આરાધના કરવાથી પ્રસન્ન બનેલી શાસનદેવીની કૃપાથી જ કોઈક વિરલ વ્યક્તિને તે તીર્થ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. તો હે રાજન ! હં અષ્ટાપદ પર્વત પ્રત્યે જવાને આરંભેલા કાર્યની પૂર્ણાહુતિ સિવાય મને સંતોષ પામતું નથી. મારી યાત્રામાં થયેલો આ અંતરાય મારા માટે સફળ બનેલ છે, કારણ કે તને પ્રતિબોધ આપવાથી મેં મહાપુણ્ય ઉપાર્જન કરેલ છે.” | મુનિવરને તીર્થયાત્રાએ જવાની ઇચ્છાવાળા જાણીને મમ્મણ રાજાએ આગળ ગયેલા સાર્થને રોકવા માટે પોતાના માણસોને મોકલ્યા. ભક્તિપુરસ્સર તે મુનિવરની સાથે ચાલને, તેમને સાથે સાથે ભેગા કરીને, તેમને નમસ્કાર કરીને મમ્મણ રાજા પાછો વળ્યો. ત્યારથી પ્રારંભીને ચક્રવર્તી સરખો મમ્મણ રાજા, પોતાની રાણી વીરમતી સાથે ગીતાર્થ મુનિવરોની સેવા-સુશ્રુષા કરતો કરતો ધર્મકૃત્યો કરવા લાગ્યો. અણુવ્રતાદિ ધર્મરૂપી જળના તરંગોથી નિરંતર આÁ મનવાળી વીરમતીએ અષ્ટાપદ પર્વત પર રહેલ ચૈત્યને, દેવીની માફક વંદન કરવાની ઇચ્છા કરી. તે કાર્યની પૂર્તિ માટે વાહન દ્વારા તે સ્થળે પહોંચવું અસાધ્ય જાણીને, તેણીએ શાસનદેવીની સહાયથી તે કાર્યની સફળતા ઈચ્છી. તે સમયથી મમ્મણ રાજવીની સેનાએ શાસનદેવીની આરાધના માટે તેમની વિધિપુરસ્સર મૂર્તિ બનાવી અને સમાધિભાવમાં રહીને ભાવ પૂજા શરૂ કરી.
- 300 –
Rani Virmati