SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth પછી ગિરિના તળમાંથી નીકળીને પ્રતાપ રહિત થયેલો પશ્ચાત્તાપ કરતો વાલી મુનિ પાસે આવ્યો, અને નમસ્કાર કરી અંજલિ જોડીને આ પ્રમાણે બોલ્યો- “જે પોતાની શક્તિને જાણતા નથી, જે અન્યાયના કરનારા છે અને જે લોભથી જિતાયેલા છે તે સર્વમાં હું ધુરંધર છું. હે મહાત્મા ! હું નિર્લજ્જ થઈને વારંવાર તમારો અપરાધ કરું છું અને તમે શક્તિવાન છતાં કૃપાળુ થઈને સહન કરો છો. હે પ્રભુ! હવે હું માનું છે કે તમે પૂર્વે મારી ઉપર કૃપા કરીને જ પૃથ્વીને છોડી દીધી હતી, કાંઈ અસમર્થપણે છોડી દીધી નહોતી, તથાપિ તે વખતે મારા જાણવામાં એમ આવ્યું નહીં. હે નાથ ! જેમ હસ્તીનો શિશુ પર્વતને ફેરવવા માટે પ્રયત્ન કરે તેમ મેં અજ્ઞાનથી મારી શક્તિ તોળવા માંડી હતી. આજે મારા જાણવામાં આવ્યું કે પર્વત અને રાફડામાં તથા ગરુડ અને ચાસ પક્ષમાં જેટલો તફાવત છે તેટલો તફાવત તમારા અને મારા વચ્ચે છે. તે સ્વામી ! મૃત્યુની અણી ઉપર રહેલા એવા મને તમે પ્રાણ આપ્યા છે, મારા જેવા અપકારી ઉપર પણ તમારી આવી ઉપકારબુદ્ધિ છે, માટે તમને નમસ્કાર છે.” આ પ્રમાણે કહી દઢ ભક્તિએ વાલીમુનિને ખમાવ્યા અને ત્રણ પ્રદક્ષિણા કરીને રાવણે તેમને નમસ્કાર કર્યા. આવા તે મુનિના માહાભ્યથી હર્ષ પામેલા દેવતાઓએ “સાધુ સાધુ” એવા શબ્દો કહીને વાલીમુનિની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પછી ફરી વાર વાલીમુનિને પ્રણામ કરી તે પર્વતના મુગટ જેવા ભરતરાજાના કરાવેલા ચૈત્ય સમીપ રાવણ આવ્યો. ત્યાં ચૈત્યની બહાર ચંદ્રહાસ ખગ વગેરે શસ્ત્રો મુકી પોતે અંતઃપુરસહિત અંદર જઈ ઋષભાદિક અર્વતની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી એ મહા સાહસિક રાવણે ભક્તિથી પોતાની નસોને ખેંસી તેની તંત્રી કરીને ભજવીણા વગાડવા માંડી. દશાનન ગ્રામ રાગથી રમ્ય એવી વીણા વગાડતો હતો અને તેના અંતઃપુરની સ્ત્રીઓ સપ્ત સ્વરથી મનોહર ગીત ગાતી હતી. તેવામાં પન્નગપતિ ધરણેન્દ્ર તે ચૈત્યની યાત્રા માટે ત્યાં આવ્યા. તેણે પૂજા કરીને પ્રભુને વંદના કરી. તે વખતે અહંતના ગુણમય એવા કરણ અને ધ્રુવક વગેરે ગીતોનું વીણા વડે ગાયન કરતા રાવણને જોઈ ધરણેઢે કહ્યું- “હે રાવણ ! અહંતના ગુણોની સ્તુતિમય આ ગાયન બહુ જ સુંદર છે. તે પણ તારા ભાવ સહિત હોવાથી તારી ઉપર હું સંતુષ્ટ થયો છું. અહતનાં ગુણોની સ્તુતિનું મુખ્ય ફળ તો મોક્ષ છે, તથાપિ તારી સંસારવાસના હજુ જીર્ણ થઈ નથી તેથી હું તને શું આપું? તે માગી લે.” રાવણ બોલ્યા- “હે નાગૅદ્ર! દેવના પણ દેવ, અહંત પ્રભુના ગુણસ્તવનથી તમે તુષ્ટ થયા, તે તમને ઉચિત છે; કારણ કે તે તમારા હૃદયમાં રહેલી સ્વામીભક્તિનું ચિહ્ન છે. પરંતુ જેમ વરદાન આપવાથી તમારી સ્વામીભક્તિનો ઉત્કર્ષ થાય છે, તેમ વરદાન લેવાથી મારી સ્વામીભક્તિ હીન થાય છે. નાગેઢે ફરી વાર કહ્યું- “હે માનદ રાવણ! તને શાબાશ છે ! તારી આવી નિઃસ્પૃહતાથી હું વિશેષ સંતુષ્ટ થયો છું.” આ પ્રમાણે કહી ઘરેણંદ્ર અમોઘવિજયા શક્તિ અને રૂપવિકારિણી વિદ્યા રાવણને આપી પોતાને સ્થાને ગયા. પછી રાવણ ત્યાં રહેલા સર્વ તીર્થકરોને વાંદી નિત્યાલોક નગરે ગયો. ત્યાં રત્નાવલીને પરણી પાછો લંકામાં આવ્યો. તે સમયે વાલીમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુરઅસુરોએ આવીને કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. અનુક્રમે ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરીને અનંત ચતુષ્ટય જેના સિદ્ધ થયાં છે એવા વાલીમુનિ પરમપદને પ્રાપ્ત થયા. - 295 - Ravan & Vali Muni
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy