________________
Shri Ashtapad Maha Tirth
તે અષ્ટાપદ પર્વત મોટા સરોવરથી જાણે દેવતાના અમૃતરસનો ભંડાર હોય તેવો જણાતો હતો, હર્ષ પામેલા મયૂરના મધુર સ્વરથી જાણે ગાયન કરતો હોય તેમ દેખાતો હતો, જાણે પૂતળીઓવાળું ચૈત્ય હોય તેમ તેની ઉપર અનેક વિદ્યાધરીઓ રહેતી હતી, ચારે બાજુ પડેલાં રત્નોથી જાણે રત્ન-મણિઓથી બનેલો પૃથ્વીનો મુગટ હોય તેવો તે જણાતો હતો અને ત્યાંના ચૈત્યને વંદના કરવાની ઇચ્છાથી હંમેશાં આવતાં ચારણશ્રમણાદિકથી તે પર્વત નંદીશ્વરદ્વીપ જેવો જણાતો હતો.
આવો નિત્ય ઉત્સવવાળો સ્ફટિક રત્નમય પર્વત જોઈને તે કુમારોએ સુબુદ્ધિ વગેરે પોતાના અમાત્યોને પૂછયું – વૈમાનિક દેવોના સ્વર્ગમાં રહેલા ક્રિીડાપર્વતોમાંથી જાણે એક અહીં પૃથ્વી ઉપર ઉતર્યો હોય એવો આ કયો પર્વત છે? અને તેની ઉપર આકાશ સુધી ઊંચું તથા હિમાલય પર્વત પર રહેલ શાશ્વત ચૈત્ય જેવું આ ચૈત્ય છે તે કોણે કરાવેલું છે?' મંત્રીઓએ કહ્યું -“પૂર્વે ઋષભપ્રભુ પ્રથમ તીર્થકર ભગવંત થઈ ગયા છે, જે તમારા વંશના અને આ ભરતમાં ધર્મતીર્થના આદિકર્તા થયા છે, તેના પુત્ર ભરત નવાણું ભાઈઓથી મોટા અને પખંડ ભરતક્ષેત્રને પોતાની આજ્ઞામાં પ્રવર્તાવનાર હતા. ઇંદ્રને જેમ મેરુપર્વત તેમ તે ચક્રીનો આ અષ્ટાપદ નામે ક્રીડાગિરિ અનેક આશ્ચર્યના સ્થાનભૂત છે. આ પર્વતની ઉપર શ્રી ઋષભદેવ ભગવાન દશ હજાર સાધુઓની સાથે અવ્યયપદને પામેલા છે. ઋષભસ્વામીના નિર્વાણ પછી ભરતરાજાએ અહીં રત્નમય પાષાણોથી સિંનિષદ્યા નામે ચૈત્ય કરાવેલું છે, તેમાં ઋષભસ્વામી અને પછી થનારા બીજા ત્રેવીસ તીર્થકરોનાં બિંબો નિર્દોષ રત્નોથી પોતપોતાના દેહના પ્રમાણ, સંસ્થાન, વર્ણ અને લાંછનવાળા વિધિ પ્રમાણે કરાવેલાં છે. તે સર્વે બિબોની પ્રતિષ્ઠા આ ચૈત્યમાં તે ભરતચક્રીએ ચારણમુનિઓની પાસે કરાવેલી છે અને તેમણે પોતાના બાહુબલિ વગેરે નવાણું બંધુઓનાં પગલાં અને મૂર્તિઓ પણ કરાવી છે. અહીં સમવસરેલા શ્રી ભસ્વામીએ ભવિષ્યમાં થનારા તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળરામનું તેની પાસે વર્ણન તું. આ પર્વતની ચોતરફ ભરતચક્રીએ આઠ આઠ પગથિયાં કરાવેલાં છે. તેથી તે અષ્ટાપદગિરિ કહેવાય
આ પ્રમાણેની હકીકત સાંભળીને “અહો ! આ પર્વત આપણા પૂર્વજોનો છે,’ એમ જેઓને હર્ષ ઉપજ્યો છે એવા કુમારો પરિવાર સહિત તેની ઉપર ચડ્યા અને તે સિંહનિષદ્યા ચૈત્યમાં પ્રવેશ કર્યો. દૂરથી દર્શન થતાં જ તેઓએ હર્ષ વડે આદિ તીર્થકરને પ્રણામ કર્યા. અજિતસ્વામીના બિંબને તથા બીજા તીર્થકરોનાં બિંબોને પણ તેઓએ સરખી શ્રદ્ધાથી નમસ્કાર કર્યા, કારણ કે તેઓ ગર્ભશ્રાવક હતા. જાણે મંત્રથી આકર્ષણ કરીને મંગાવ્યું હોય તેમ તત્કાળ આવેલા શુદ્ધ ગંધોદકથી કુમારોએ શ્રી અર્વતનાં બિંબોને સ્નાન કરાવ્યું. તે વખતે કેટલાક કળશોને પાણીથી ભરી દેતા હતા. કેટલાક આપતા હતા, કેટલાક પ્રભુની ઉપર ઢોળતા હતા, કેટલાક ખાલી થયેલા પાછા લેતા હતા, કોઈ સ્નાત્રવિધિ ભણતા હતા. કોઈ ચામર વીંઝતા હતા, કોઈ સુવર્ણના ધૂપિયા લેતા હતા, કોઈ ધૂપિયામાં ઉત્તમ ધૂપ નાંખતા હતા અને કોઈ શિખાદિ વાજિંત્રો ઊંચે સ્વરે વગાડતા હતા તે વખતે વેગ વડે પડતા સ્નાનના ગંધોદકથી અષ્ટાપદ પર્વત બમણા નિર્ઝરણાવાળો થયો. પછી કોમળ, કોરા અને દેવદૂષ્ય વસ્ત્રોથી તેઓ દાસની જેમ ભગવંતનાં બિંબોનું માર્જન કરવા લાગ્યા. પછી સિરઘી દાસીની જેમ સ્વેચ્છાએ ઘણી ભક્તિવાળા તેઓએ ગોશીષચંદનના રસ વડે પ્રભુને વિલેપન કર્યું. વિચિત્ર પુષ્પોની માળાથી તથા દિવ્ય વસ્ત્ર અને મનોહર રત્નાલંકારોથી તેમની અર્ચા કરી. ઇંદ્રની જેવા રૂપવંત તેઓએ સ્વામીનાં બિંબોની આગલ અખંડિત ચોખાથી પટ્ટ ઉપર અષ્ટમંગલિક આલેખ્યા. દિવ્ય કપૂરની દીવેટથી તેઓએ સૂર્યબિંબ જેવી દેદીપ્યમાન આરાત્રિક તૈયાર કરી, તેની પૂજા કરી અને પછી તે આરતી
Sagar Chakravarti's sons
-
290
-