________________
Shri Ashtapad Maha Tirth
तथा लोहमयान् यन्त्रपुरूषान्, तद्वारपालान्चकारः, दण्डरत्नेन अष्टापद सर्वत्तः छिन्नवान्, योजने योजने अष्टौ पदानी च कृतवान् सगरसूतैस्तु स्ववंशानुरागाद्यथा परिखां कृत्वा गंगामवतरिता तथा ग्रन्थान्तरतो विज्ञेयमिति || પૃ. ૨૨રૂ |
આ ઉપરાંત દિગંબર શાસ્ત્રોમાં હરિવંશપુરાણ, આદિપુરાણ, હરિષેણચરિત્ર, ઉત્તરપુરાણ, બૃહત્કથા, પદ્મપુરાણ આદિગ્રંથોમાં વિસ્તારથી અષ્ટાપદના ઉલ્લેખો મળે છે જેના આધારે નીચે મુજબની ઘટનાઓ અષ્ટાપદ સાથે સંકળાયેલી છે. (૧) ઋષભસેન આદિ ગણધરોએ પણ અષ્ટાપદ પર્વત ઉપરથી મોક્ષ પ્રાપ્ત કર્યો. (હરિવંશપુરાણ)
આચાર્ય જિનસેન. (૨) બાહુબલી આદિ ૯૯ પુત્રો કેલાસ પરથી મોક્ષ પામ્યા. (આદિપુરાણ) (૩) અજિતનાથ ભગવાનના પિતામહ (દાદા) ત્રિદશંજય અષ્ટાપદ ઉપરથી મોક્ષે ગયા હતા. (૪) સગર ચક્રવર્તીના ઉત્તરાધિકારી ભાગીરથ રાજાએ અષ્ટાપદ ઉપર દીક્ષા લીધી અને ગંગાતટ
પર તપ કરતાં મોક્ષે ગયા. (ઉત્તર) (૫) અષ્ટાપદ શિખર ઉપરથી વ્યાલ, મહાવ્યાલ, અચ્છેદ્ય, નાગકુમાર મુક્ત થયા-પ્રાકૃત નિર્વાણ ભક્તિ .
णायकुमार मुणिन्दो बाल महाबाल चेव अच्छेया।
अट्ठावयगिरि सिहरे णिव्वाण गया णमो तेसि ।।१५।। (૬) હરિષણ ચક્રવર્તીનો પુત્ર હરિવહન અષ્ટાપદ પર્વત ઉપરથી મોક્ષે ગયા.
પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્માનો એક વિશેષ પ્રસંગ જે અન્યત્ર કોઈ ગ્રંથમાં નોંધાયેલો નથી તેવો એક પ્રસંગ બૃહત્કલ્પસૂત્ર ભાષ્ય અને વૃત્તિમાં નોંધાયેલો છે. ભદ્રબાહુસ્વામી નિર્યુક્તિમાં જણાવે છે કે એક વખત અષ્ટાપદ પર્વત ઉપર ઋષભદેવ પરમાત્મા સમવસર્યા છે તે સાંભળી ભરત મહારાજા સર્વઋદ્ધિ સહિત પાંચસો ગાડાઓ સાથે પરમાત્મા પાસે જઈ પહોંચ્યાં. પરમાત્માને વંદન કરીને ભક્તિપૂર્વક સાધુ ભગવંતોને ગોચરી માટે નિમંત્રિત કરે છે. રાજાનું નિમંત્રણ હોવા છતાં સાધુઓને આધાકર્મી, અભ્યાહત, રાજપિંડ દોષથી દૂષિત ગોચરી કલ્પે નહીં અને આવી ગોચરી વ્રતોને પીડાકારક હોવાથી સાધુઓને કહ્યું નહીં. સાધુનાં આવા વચનો સાંભળી ખૂબ જ મોટા દુઃખથી દુખિત થયેલા રાજા સાધુ ભગવંતોને વિનંતી કરી છે કે તે સાધુભગવંતો! મારા પર અનુગ્રહ કરો, શા માટે મને ત્યાગો છો? તેમ ન કરો!
- ત્યાં તે સમયે શક્ર-ઈન્દ્ર-પણ વંદન કરવા આવ્યા હતા. તેમણે ભરત મહારાજાના ભાવો જાણ્યા એટલે તરત જ પરમાત્માને અવગ્રહ અંગે પ્રશ્ન પૂછયો જેથી ભરતરાજાને પણ અવગ્રહના આચારને વર્ણવે છે. આ પ્રસંગની ગાથા બૃહકલ્પ સૂત્ર નિર્યુક્તિમાં પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે છે.
अट्ठावयम्मि सेले, आदिकरो, केवली अभियनाणी ।
सक्कस्स य भरहस्स य, उग्गहपुच्छं परिकहेइ ।। (पृ. १२८४-४५) અર્થાત્ - અષ્ટાપદ પર્વત ઉપર અમિતજ્ઞાની આદિનાથ ભગવાન શકેન્દ્ર અને ભરત મહારાજા સમક્ષ અવગ્રહ પૃચ્છાનો જવાબ આપે છે.
આમ ભરતચક્રીના ઉક્તિપ્રસંગનો ઉલ્લેખ માત્ર બૃહત્કલ્પસૂત્રમાં પ્રાપ્ત થાય છે. આ પ્રસંગને આધારે એક વાત નિશ્ચિત થાય છે કે તે કાળે અયોધ્યાથી અષ્ટાપદ નજીક હશે. અથવા અષ્ટાપદ પર્વતની નજીક Ashtapad :
- 120 -