________________
ચે
પુ પા (Gyan Phal Pa and Chean Pu Pa) તરીકે ઓળખાતા હતા. તેમના પ્રથમ ભગવાનનું નામ ખયુ ચોક ભગવાન ઋષભનાથ હતું અને છેલ્લા ભગવાન ફેલ વા અર્થાત્ મહાવીર સ્વામી હતું. આ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ એના ઘણા સિદ્ધાંતો જૈન સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે.
-
Shri Ashtapad Maha Tirth
* અષ્ટાપદની રચનાનો વિચાર અને વિકાસ ઃ
ન્યુયોર્કના જૈન સેન્ટર ઓફ અમેરિકા દ્વારા નિર્મિત જિનાલયમાં શ્રી ચોવીસી મૂકવાની હતી, પરંતુ મર્યાદિત જગ્યાને કારણે એ શક્ય ન હતું. પછીથી રત્નોની ૨૪ પ્રતિમાઓ બનાવી દેરાસરમાં બીજે માળે ગભારાની દીવાલ પર મૂકવાનું નક્કી થયું.
આ રત્નમંદિરનો વિચાર ચાલતો હતો, ત્યારે જયપુરમાં શ્રી અષ્ટાપદ મહાતીર્થનો પટ જોવા મળ્યો અને પરિણામે રત્નમંદિરનો વિચાર શ્રી અષ્ટાપદ તીર્થની પ્રતિકૃતિના સર્જનમાં પરિવર્તન પામ્યો. આ પ્રમાણે રત્નમંદિર અને પછી અષ્ટાપદ તીર્થની રચનાની કલ્પના આકાર લેવા માંડી.
શ્રી અષ્ટાપદ તીર્થ અંગે સંશોધન કરતાં પહેલી નજરે લાગ્યું કે આ તીર્થ વિશે ખૂબ ઓછી માહિતી મળે છે, પરંતુ આ તીર્થનું વિશિષ્ટ મહત્ત્વ એ છે કે આ તીર્થ પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ છે. ન્યુયોર્કના જૈન સેન્ટરમાં કઈ રીતે શ્રી અષ્ટાપદ તીર્થની રચના કરવી તેનો વિચાર કર્યો. આને માટે શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ હકીકતો અને માહિતીના સંશોધન માટે કાર્ય શરૂ કર્યું. આમાં પૂ. સાધુમહારાજો અને વિદ્વાનો પાસેથી કેટલુંક માર્ગદર્શન મળ્યું. આ વિષયને લગતા પ્રાચીન જૈનસાહિત્યના કેટલાક લેખોની ઝેરોક્ષ કોપી મળી, જેમાંથી અષ્ટાપદ તીર્થ વિશે માહિતી મળવા લાગી અને ધર્મગ્રંથોની એ માહિતીને લક્ષમાં રાખીને અષ્ટાપદ તીર્થના ‘મોડેલ' બનાવવાના વિચારને કાર્યરત કરવામાં આવ્યો.
અષ્ટાપદ વિશેની માહિતી માટેના અમારા સંશોધનનું તારણ એ આવ્યું કે શ્રી અષ્ટાપદ તીર્થ બરફથી છવાયેલા હિમાલય પર્વતના શાંત વાતાવરણમાં આવેલો છે. એ નીચેનાં નામોથી પણ પ્રસિદ્ધ
છે
રત્નમય : ૨૪ તીર્થંકરોની રત્નજડિત પ્રતિમાઓ ધરાવતો રત્નજડિત મહેલ.
રજતાદ્રિ : રજતાદ્રિ અથવા ચાંદીનો પર્વત, કારણ કે અષ્ટાપદ પર્વત બરફથી છવાયેલો હોવાથી રજત (ચાંદી)ના અદ્રિ (પર્વત) જેવો લાગે છે.
સ્ફટિકાચલ ઃ સ્ફટિકનો બનેલો હોય તેવો પર્વત.
અષ્ટાપદ તીર્થના મોડેલ બનાવવામાં ગ્રંથોમાંથી ઉપલબ્ધ માહિતી અને વર્ણન સહાયરૂપ બન્યાં. મૂળ પ્રતિકૃતિને અનુરૂપ બનાવવા પર્વતને સ્ફટિક પથ્થર (કુદરતી રીતે પારદર્શક અને પ્રકાશ પસાર થઈ શકે તેવા રંગ)નો બનાવવામાં આવ્યો, જેથી બરફથી છવાયેલો હોય તેવો એ પર્વત જણાય. રત્નમંદિરની કલ્પના પરિપૂર્ણ કરવા માટે આઠ પગથિયાં રચવામાં આવ્યાં અને પર્વતની મધ્યમાં ચોવીસી માટે ૨૪ ગોખલા બનાવવામાં આવ્યા. પર્વતનો દેખાવ ઊભો થાય તે રીતે એની બાંધણી કરવામાં આવી.
આ રીતે ૨૪ તીર્થંકર ભગવાનની ચોવીસી ધરાવતા રત્નમંદિરને ન્યુયોર્કના દેરાસર પર બિરાજમાન કરવાનું વિચાર્યું. આને માટે ધર્મગ્રંથો અને પૂજ્ય આચાર્યશ્રીનું માર્ગદર્શન મેળવીને આ કાર્ય આગળ ધપાવ્યું.
* 109 -
-Shri Ashtapad Maha Tirth