________________
Shri Ashtapad Maha Tirth
પૃથ્વીને ભોગભૂમિને બદલે કર્મભૂમિ બનાવી. લોકજીવન સુવ્યવસ્થિત કરીને ધર્મજીવન આપ્યું. ત્યાગને જીવનશુદ્ધિનું, તપને જીવનક્રિયાનું અને મોક્ષને માનવીનું અંતિમ લક્ષ્ય હોવાનો ઉપદેશ આપ્યો.
ઉત્તરાવસ્થામાં રાજા ઋષભદેવે પુત્ર ભરતને રાજ્યશાસન સોંપીને ચૈત્ર કૃષ્ણાષ્ટમીના દિવસે દીક્ષા ગ્રહણ કરી. દીર્ઘ સાધનાને અંતે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ દિવસે તેમણે લોકોને અહિંસા, સત્ય આદિ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો. આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવ પ્રથમ રાજા, પ્રથમ સાધુ-ભિક્ષાચાર, પ્રથમ જિન અને પ્રથમ તીર્થંકર છે. ભગવાન ઋષભદેવે લોકોને સંદેશ આપ્યોઃ ‘કોઈ જીવને મારવો નહીં, બધાની સાથે હેતથી રહેવું, અસત્ય બોલવું નહીં, ચોરી કરવી નહીં, શીલપાલન કરવું અને સંતોષથી રહેવું.'
ભગવાન ઋષભદેવે કહેલો આ ધર્મ સૌ પાળવા લાગ્યા. એમણે સંઘની સ્થાપના કરી. એમના ઉપદેશથી એમના સંઘમાં ચોર્યાસી હજાર સાધુઓ અને ત્રણ લાખ સાધ્વીઓ બન્યાં. ત્રણ લાખ અને પચાસ હજાર શ્રાવક અને પાંચ લાખ અને ચોપન હજાર શ્રાવિકાઓ થયાં. આ સંઘને તીર્થ પણ કહેવાય છે, તેથી ઋષભદેવ - આદિનાથ પહેલાં તીર્થ કરનારા એટલે તીર્થંકર થયા. ઘણાં વર્ષો સુધી તેઓ પૃથ્વીપટ પર વિચર્યા. એમના ત્રિકાળ પ્રકાશિત જ્ઞાનથી લોકોને ધર્મમાર્ગ બતાવ્યો. ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. આજે પણ ભાવિકો પ્રાતઃકાળે ઊઠીને ભગવાન આદિનાથનું સ્મરણ કરે છે.
-
ભગવાન ઋષભદેવના નિર્વાણકલ્યાણકની પાવન ભૂમિ સમો અષ્ટાપદ પર્વત આજે દષ્ટિગોચર થતો નથી. ધર્મગ્રંથોમાં એનાં અનેક પ્રમાણો મળે છે. આથી આજે એ મહાપવિત્ર અષ્ટાપદ તીર્થને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
* ભરત ચક્રવર્તી :
ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી એ પ્રથમ ચક્રવર્તી રાજા બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ભગવાન શ્રી ઋષભદેવ સમવસરણમાં બિરાજીને દેશના આપતા હતા, ત્યારે ભરત મહારાજા દર્શનાર્થે આવ્યા. એ સમયે કુતૂહલવશ ચક્રવર્તી ભરતદેવે પૂછ્યું, “આ સમવસરણમાં દેશના સાંભળી રહેલા લોકોમાંથી ભવિષ્યમાં કોઈ તીર્થંકર થશે ખરા ?” ત્યારે ભગવાન શ્રી ઋષભદેવે પ્રત્યુત્તર આપ્યો કે તમારો (ભરત ચક્રવર્તીનો) પુત્ર મરીચિ કેટલાય ભવો બાદ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી બનશે. આ પછી ભગવાને વર્તમાન ચોવીસીની સમજ આપી.
આ રીતે ચક્રવર્તી ભરત રાજાને વર્તમાન ચોવીસીની માહિતી જાણવા મળી હતી.
જૈન આગમ ‘શ્રી સૂત્રકૃતાંગ'માં ઋષભદેવ ભગવાને તેમના પુત્ર ભરતને અષ્ટાપદ પર દેશના (ઉપદેશ) આપ્યાનો ઉલ્લેખ મળે છે.
‘ઉત્તરપુરાણ’ નામના ગ્રંથમાં એવું વર્ણન મળે છે કે ચક્રવર્તી ભરતે અતીત, વર્તમાન અને અનાગત એમ ત્રણેય ચોવીસીની એટલે કે બોંતેર તીર્થંકરોની મૂર્તિઓ ધરાવતા સુવર્ણમંદિરની રચના કરી હતી અને આચાર્યશ્રી ધનેશ્વરસૂરિકૃત ‘શત્રુંજય માહાત્મ્ય' ગ્રંથમાં રાજા ભરતે ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ નજીક વાáકીરત્ન દ્વારા રત્નમય સિંહનિષદ્યા પ્રાસાદની રચના કરી હતી.
આ રીતે ભિન્ન ભિન્ન ગ્રંથોમાં અષ્ટાપદ સંબંધે ચક્રવર્તી ભરત અને મુનિ ભરતના ઉલ્લેખો
મળે છે.
‘વિવિધ તીર્થકલ્પ’ નામના ગ્રંથના ‘અષ્ટાપદગિરિ કલ્પ'માં તથા આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના ‘શ્રી અષ્ટાપદમહાતીર્થ કલ્પ'માં ભગવાન ઋષભદેવના નિર્વાણની ઘટનાના આલેખનમાં અષ્ટાપદ ગિરિ
Shri Ashtapad Maha Tirth
ૐ 106