________________
Shri Ashtapad Maha Tirth
હોય'ના વિવેચનમાં શ્રી ગૌતમસ્વામીજી અષ્ટાપદ ઉપર ગયા ત્યારે ઉક્ત ક્રમ મુજબ જગચિંતામણિની બે ગાથાની ચૈત્યવંદના કરી હતી.
શ્રીવસુદેવહિંડીના ૨૧મા લંભકમાં અષ્ટાપદ સંબંધી બે ઉલ્લેખો આવે છે. તેમાં જણાવ્યું છે કે આ પર્વત વૈતાઢ્ય પર્વત સાથે જોડાયેલો છે અને ઊંચાઈમાં આઠ યોજન ઊંચો છે, તથા તેની તળેટીમાં નિયડી નામની નદી વહે છે.
અષ્ટાપદ પર્વત કોશલદેશની સીમા પર કે તેની નજીક આવેલો હોવો જોઈએ, તેમ જંબૂઢીપપ્રજ્ઞપ્તિના નીચેના ઉલ્લેખ પરથી સમજાય છે :
"दसहिं रायवरसहस्सेहिं सद्धि संपरिवुडे विणीअं रायहाणिं मज्झेण णिग्गच्छइ, (णिग्गच्छिं)त्ता मज्झदेसे सुहंसुहेण विहरइ, (विहरि)त्ता जेणेव अट्ठावयपव्वते तेणेव उवागच्छइ।"
ભરત ચક્રવર્તીનો આ અધિકાર છે. ભરત ચક્રવર્તી દસ હજાર રાજાઓથી પરિવૃત્ત થઈને વિનીતા નામની રાજધાનીની મધ્યમાંથી નીકળીને મધ્યદેશમાં કોશલદેશની મધ્યમાં (મધ્ય-શનિવેશી મળે ટી.) વિચરે છે અને ત્યાંથી જ્યાં “અષ્ટાપદ' પર્વત આવેલો છે, ત્યાં જાય છે.
વળી, સગર ચક્રવર્તીના જન્દુકુમાર આદિ સાઠ હજાર પુત્રો, એ પર્વતની આસપાસ ખાઈ ખોદાવીને તેમાં ગંગાનદીનું જલ લઈ જાય છે અને તેમ કરતાં મરણ પામે છે તથા પાછળથી સગર ચક્રવર્તીનો પૌત્ર ભગીરથ ત્યાં જઈને ગંગાનદીને દંડ વડે આકર્ષે છે અને તેથી તે (ગંગાનદી) કુરુદેશના મધ્ય ભાગથી, હસ્તિનાપુરની દક્ષિણથી, કોશલદેશની પશ્ચિમથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીના દક્ષિણમાં અને અંગ તથા મગધદેશની ઉત્તર તરફ થઈને પૂર્વસાગરમાં ભળી જાય છે, જયાં તે ગંગા-સાગર તરીકે ઓળખાય છે અને ભગીરથના નામ પરથી તેનું નામ ભાગીરથી પડે છે. તે આખી વાત અષ્ટાપદને ગંગાનદીના મૂળ સાથે સંબંધ હોય તેમ જણાવે છે. પૂર્વકાલે કોશલદેશનો વિસ્તાર મોટો હતો અને તેની ઉત્તરસરહદ હિમગિરિ સુધી વિસ્તરેલી હતી, એટલે આ સ્થળ હિમાલયમાં જ કોઈક સ્થળે આવેલું હશે તેમ જણાય છે.
(૪) અર્થ-સંકલના :
જગતમાં ચિંતામણિરત્ન ! જગતના નાથ ! જગતના રક્ષક ! જગતના નિષ્કારણ બંધુ ! જગતના ઉત્તમ સાર્થવાહ ! જગતના સકલ પદાર્થોના સ્વરૂપને જાણવામાં વિચક્ષણ ! અષ્ટાપદપર્વત-પર (ભરત ચક્રવર્તી દ્વારા) સ્થપાયેલી પ્રતિમાવાળા ! આઠે કર્મોનો નાશ કરનારા ! તથા અબાધિત ઉપદેશ દેનાર ! હે ઋષભાદિ ચોવીસે તીર્થકરો ! (આપ) જયવંતા વર્તો. ૧.
(૫) સૂત્ર-પરિચય :
જે ભૂમિમાં તીર્થકર, ગણધર આદિ મહાપુરુષો જન્મ્યા હોય છે, પ્રવ્રજિત થયા હોય જ, વિચર્યા હોય છે, કેવલજ્ઞાન પામ્યા હોય છે કે નિર્વાણને પ્રાપ્ત થયા હોય છે, તે ભૂમિ અતિ પવિત્ર ગણાય છે. તેથી તેની સ્પર્શના સમ્યકત્વને નિર્મળ બનાવે છે, આ કારણે તીર્થોનું મહત્ત્વ પણ ઘણું મોટું છે. વળી મૂર્તિની ભવ્યતા, પ્રાચીનતા અને દેવાધિષ્ઠિતતાના કારણે પણ તીર્થોની મહત્તા ગણાય છે.
આ રીતે જિન-પ્રતિમા, જિન-મંદિર અને જૈન-તીર્થો એ ત્રણે સંસાર તરવાનાં અપૂર્વ સાધનો છે કે જેનો સામાન્ય નિર્દેશ ચૈત્ય વડે જ થાય છે. આવાં ચૈત્યોને વંદન કરવું, તે ચૈત્યવંદના કહેવાય છે. પ્રસ્તુત સૂત્રની યોજના તે માટે થયેલી છે.
- 90 -
PrabodhTika -