________________
Shri Ashtapad Maha Tirth
આવું મહાભોજન થતું સાંભળીને ઘણા લોકો ભોજન કરવા એકઠા થવા લાગ્યા. તેઓની મોટી સંખ્યા જોઈ મુગ્ધપણાથી રસોઈયાઓએ ભરત રાજાને કહ્યું કે; સ્વામી! “આ શ્રાવક છે કે, આ શ્રાવક નથી' એવો ભેદ અમારાથી થઈ શકતો નથી.' તે સાંભળી ચક્રવર્તીએ શ્રાવકોના કંઠમાં કાકિણીરત્નથી રત્નત્રયીની નિશાની તરીકે દક્ષિણોત્તર ત્રણ રેખાઓ કરી. ‘તમે જિતાયા છો, અને ભય વર્તે છે, માટે હણો નહિ, હણો નહિ” એમ દરરોજ પ્રાતઃકાલે તે શ્રાવકોને ભરત ચક્રવર્તી પોતાને સૂચના કરવા માટે કહેતા, તે મુજબ તે શ્રાવકો નિરંતર ભરતેશ્વરને જાગ્રત કરતા હતા. તે સાંભળીને તેના રહસ્યનો વિચાર કરીને ચક્રવર્તીએ પોતાની પ્રમાદિતાનો ત્યાગ કરવા માંડ્યો. ત્યારથી તેઓ ત્રણ રેખાઓથી અંકિત થયેલા માહણ-બ્રાહ્મણના નામથી પૃથ્વીતલમાં પ્રખ્યાત થયા. ત્યાર બાદ ભરતે અઈતું, યતિ અને શ્રાવકધર્મના ગુણસમૂહથી યુક્ત ચાર વેદો તે શ્રાવકોને ભણાવ્યા. ભગવંત આદિનાથની જેમ ધર્મ પ્રર્વતાવ્યો, તેમ ભરતરાજાની સાધર્મિક વાત્સલ્યનો ક્રમ ત્યારથી પ્રવર્યો.
આ બાજુ; શ્રી ઋષભદેવ ભગવાને પૃથ્વી પર વિહાર કરતાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એક લાખ, પંચાસી હજાર અને સાડા છસો મુનિઓ (૧,૮૫,૬૫૦), ત્રણ લાખ સાધ્વીઓ (૩,૦૦૦૦૦), ત્રણ લાખ અને પચાસ હજાર (૩,૫૦,૦૦૦) શુદ્ધ સમ્યત્વધારી શ્રાવકો, અને પાંચ લાખ, ચોપન હજાર શ્રાવિકાઓ (૫,૫૪,૦૦૦) આ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુનો કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેઓના ઉપદેશથી પ્રતિબોધ પામેલા ચતુર્વિધ સંઘનો પરિવાર હતો. ત્રણ જગતના પ્રભુશ્રી ઋષભદેવસ્વામી એક લાખ પૂર્વ સુધી વ્રત પાળ્યા પછી, પોતાનો મોક્ષકાળ સમીપ જાણી અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. ત્યાં શુદ્ધ પ્રદેશમાં દશ હજાર મુનિઓની સાથે જગત પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. આ સમાચાર ઉદ્યાનપતિએ કંઠ સંધાવાથી અસ્કુટ શબ્દોમાં ભરતરાજા પાસે જઈને કહ્યા. “પ્રભુએ અનશન ગ્રહણ કર્યું છે. તે સાંભળીને ખેદ પામેલા ભરતરાજા વાહન તથા પરિવારને મૂકીને પગે એકદમ ચાલી નીકળ્યા. પોતાની પાછળ દોડતા સેવકોને પણ દૂર છોડતા, અને અશ્રુને વર્ષાવતા, તથા કાંટા વગેરેને નહિ ગણકારતા રત, તેવી અવસ્થાવાળી સ્ત્રીઓના સમૂહની સાથે શોક સહિત ઊંચા મકાનની જેમ અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. ત્યાં પર્યકાસનવાળી સર્વ ઈન્દ્રિયોના આમ્રવને સંધીને રહેલા શ્રી ઋષભદેવ પ્રભુને જોઈને અશ્રુજલથી યુક્ત ભરતે પ્રભુને વંદન કર્યા. તે સમયે આસન ચલિત થવાથી સર્વ ઇન્દ્રોએ ૫
આસન ચલિત થવાથી સર્વ ઇન્દ્રોએ પણ શોકથી વ્યાકુળ બનીને ત્યાં આવી પ્રભુને પ્રદક્ષિણા કરી નમન કર્યું. * શ્રી ઋષભદેવ ભગવંતનું અષ્ટાપદ પર્વત પર નિર્વાણ :
આ અવસર્પિણી કાળના સુષમ-દુષમ નામના ત્રીજા આરાનાં નેવ્યાશી પખવાડિયાં અવશેષ રહેતા, માઘમાસની કૃષ્ણ ત્રયોદશી (વર્તમાનમાં પોષ વદી-૧૩)ના પૂર્વાકાલે, ચન્દ્ર અભિજિત નક્ષત્રમાં આવતાં, પર્યકાસને રહેલા પ્રભુ શ્રી ઋષભદેવસ્વામી સ્થૂલ કાય, વાફ અને ચિત્તના યોગને ત્યજીને, સૂક્ષ્મ કાયયોગથી બાદરયોગને સંધી સૂક્ષ્મક્રિય નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદને પ્રાપ્ત થયા, પછી સૂક્ષ્મ કાયયોગને પણ છોડી દઈ ઉચ્છિન્નક્રિય નામે ચોથું શુક્લધ્યાન પામી પ્રભુ લોકાગ્રપદને-મોક્ષને પામ્યા. તે સમયે બાહુબલી વગેરે મુનિઓ પણ વિધિપૂર્વક શુક્લધ્યાનનો આશ્રય કરી તે જ ક્ષણે અવ્યયપદને પ્રાપ્ત થયા. તે કાળે
૨. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયી. ૩. ‘તમે કામક્રોધાદિ શત્રુઓથી જિતાયા છો, તમારા માથા પર કર્મરાજાનો મહાભય વર્તી રહ્યો છે; માટે તમે તમારા આત્માને મા હણો!
મા હણો!” એ રીતે શ્રાવકો ભરતેશ્વરને નિરંતર પ્રતિબોધ કરે છે.
Shri Shatrunjay Mahatmya
-
66