________________
वीरविभोरन्तिमदेशना
"पुमर्था इह चत्वारः, कामार्थों तत्र जन्मिनाम् । अर्थभूतौ नामधेयादनौँ परमार्थतः ॥१॥ अर्थस्तु मोक्ष एवैको, धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः, संसाराम्भोधितारणः ॥२॥ अनन्तदुःखः संसारो, मोक्षोऽनन्तसुखः पुनः । तयोस्त्यागपरिप्राप्तिहेतुर्धर्मं विना न हि ॥३॥ मार्गं श्रितो यथा दूरं, क्रमात् पङ्गपि व्रजेत् ।
धर्मस्थो घनकर्माऽपि, तथा मोक्षमवाप्नुयात्" ॥४॥ ભાવાર્થ:- જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ રીતે ચાર પુરુષાર્થ કહેવાય છે. તેમાં અર્થ અને કામ નામ માત્રથી અર્થભૂત છે, પરમાર્થથી તો જીવોને માટે અનર્થભૂત छ.॥१॥
અર્થ તો એકમાત્ર મોક્ષ જ છે અને ધર્મ તેનું કારણ છે, જે સંયમ વગેરે દશ પ્રકારનો છે અને તે સંસારસાગર તારનાર છે. રા.
સંસાર અનંત દુઃખમય છે અને મોક્ષ અનંત સુખમય છે. સંસારનો ત્યાગ અને મોક્ષની પ્રાપ્તિનો ઉપાય ધર્મવિના બીજો નથી. ફl
માર્ગમાં રહેલો પાંગળો પણ જે ક્રમે કરીને દૂર જાય છે, તેમ ધર્મમાં રહેલો ભારેકર્મી પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. જો