SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪] [ ડીપાનિાપર્વસંગ્રહઃ ॥ પછી એક સમયે તે જ્વાલાદેવી રાણીએ હર્ષથી રથયાત્રા કરવાની ઇચ્છાથી સ્વર્ણ તથા રત્નોથી વિભૂષિત કરેલો જૈનરથ બનાવ્યો. (૩૯૩) તેજ વખતે મોહ અને મિથ્યાત્વથી મૂઢ થયેલી તેણીની લક્ષ્મીનામની શોકે પણ સ્પર્ધાથી બ્રહ્માનો મોટો રથ કરાવ્યો. (૩૯૪) પછી તેઓ બન્ને વચ્ચે રથ ચલાવવા સંબંધી વાદ થતાં કલહ થવાથી રાજાએ તે બન્ને રથોને અટકાવ્યા. (૩૯૫) તે વખતે મહાપદ્મકુમાર પોતાની માતાનું તેવી રીતનું અપમાન થયેલું જાણીને મનમાં દુભાઈને દેશાંતરમાં ચાલ્યો ગયો. (૩૯૬) પછી ત્યાં તે ચક્રના પરાક્રમથી છખંડ પૃથ્વીને જીતીને તથા મદનાવલી નામની રાણીને પરણીને ચક્રવર્તીની પદવીવાળો થયો. (૩૯૭) એવી રીતની અનુપમ સમૃદ્ધિસહિત તે મહાપદ્મ ચક્રી પોતાના નગરમાં આવ્યા, તે વખતે તેમના પિતાએ તેમને અત્યંત મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. (૩૯૮) પછી તે પદ્મોત્તરાદિક રાજાઓએ મળીને તે મહાપદ્મચક્રીનો ભરતક્ષેત્રના રાજા તરીકે મહોત્સવસહિત અભિષેક કર્યો. (૩૯૯) પછી પદ્મોત્ત૨૨ાજા વિષ્ણુકુમારસહિત સુવ્રતાચાર્યની પાસે દીક્ષા લઈ દેવલોકે ગયા. (૪૦૦) હવે છ હજાર વર્ષો સુધી તીવ્ર તપ તપતા એવા વિષ્ણુકુમારમુનિને વૈક્રિયાદિક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. (૪૦૧) પછી મહાપદ્મ રાજાએ દરેક શહેર તથા ગામોમાં ઊંચાં શિખરોવાળાં અસંખ્ય જિનમંદિરો બનાવીને પૃથ્વીને શોભાવી. (૪૦૨) પછી તે મહાપદ્મ રાજાએ ઘણી પ્રભાવના પૂર્વક સ્વર્ણ તથા રત્નોના રથોવડે પોતાની માતાનો રથયાત્રાનો મનોરથ સંપૂર્ણ કર્યો. (૪૦૩) હવે પૂર્વે આપેલા વરવડે કરીને નમુચિએ યજ્ઞ કરવા માટે (રાજા પાસેથી) રાજ્ય માગ્યું, ત્યારે ચક્રી તેને રાજ્ય સોંપી પોતે અંતઃપુરમાં રહ્યો. (૪૦૪) હવે તે વખતે વર્ષકાળમાં ચાતુર્માસના અભિગ્રહવાળા શ્રીમાન્ સુવ્રતાચાર્ય પરિવારસહિત હસ્તિનાપુરમાં રહ્યા હતા. (૪૦૫) તે આચાર્યમહારાજને જોઈ તે નમુચિ વૈરને યાદ લાવી તે વખતે તેમને કહેવા લાગ્યો કે, તમારા સિવાય બીજા સર્વ લિંગીઓ ભક્તિથી મારી પાસે આવી ગયા છે. (૪૦૬) માટે જૈનસાધુઓએ સાત દિવસો ઉપરાંત મારી ભૂમિમાં રહેવું નહીં, અને જે કોઈ સાધુ રહેશે, તેને હું મારી નાખીશ, પછી મારા ઉપર દોષ મૂકવો નહીં. (૪૦૭) પછી પ્રધાનોએ, મંત્રીઓએ તથા સંઘે આજીજીપૂર્વક સાધુઓને ત્યાં રાખવા માટે સમજાવ્યા છતાં પણ તે સમજ્યો નહીં. (૪૦૮) D:\chandan/new/kalp-p/pm5\2nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy