________________
ર૬૨]
[दीपालिकापर्वसंग्रहः ॥ ત્યારે ભગવાને કહ્યું કે, હે ઈદ્ર ! (તૂટેલું) આયુ સાંધવાને જિનેશ્વરો પણ સમર્થ નથી, માટે નહીં બનનારો બનાવ બનતો નથી અને ભાવિભાવનો વિનાશ થતો નથી. (૩૬૨)
પછી પુણ્યફળના વિપાકરૂપ તથા પાપફળના વિપાકરૂપ પંચાવન અધ્યયનો કહીને તે શ્રીમહાવીર ભગવાનું, (૩૬૩)
નહીં પૂછેલા એવાં છત્રીશ અધ્યયનો કહીને, તથા શૈલેશીકરણ કરી પ્રધાન અધ્યયનનું સ્મરણ કરતાં, (૩૬૪)
પાંચ હૃસ્વ અક્ષરના ઉચ્ચાર જેટલા સમયમાં યોગોનો નિરોધ કરતાં મોક્ષે ગયા. (૩૬૫)
તે વખતે ન ઉપાડી શકાય એવા ઘણા કંથવાઓ ઉત્પન્ન થવાથી સંયમ પાળવાનું મુશ્કેલ જાણીને સાધુઓએ અનશન કર્યા. (૩૬૬)
તે વખતે મલ્લકિજાતિના નવ અને લેપ્શકિજાતિના નવ, એમ મળીને અઢાર ગણરાજાઓ કે, જેઓ કાશી અને કોશલદેશના અધિપતિઓ હતા. (૩૬૭)
તેઓએ તે અમાવાસ્યાને દિવસે પૌષધ સહિત ઉપવાસ કરીને (ભગવાનરૂપી) ભાવઉદ્યોત જવાથી રાત્રિએ દ્રવ્યઉદ્યોતરૂપ દીવા કર્યા. (૩૬૮).
વળી (તે વખતે) જતા આવતા દેવદેવીઓના સમૂહોથી તે રાત્રિ પ્રકાશવાળી તથા “મેરાઇય' એવી રીતના શબ્દોથી કોલાહલવાળી થઈ. (૩૬૯)
એવામાં દેવોના મુખથી શ્રી મહાવીર પ્રભુનો મોક્ષ થયેલો જાણીને ગૌતમસ્વામી (પોતાના) મનમાં મોહરહિતપણું ચિંતવવા લાગ્યા. (૩૭૦)
(એ રીતે) મોહરહિતપણું ભાવતાં એવા તે ગૌતમસ્વામી ગણધર મહારાજને મોહનો ક્ષય થવાથી નિર્મલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. (૩૭૧)
ત્યારથી માંડીને લોકોમાં સર્વ જગ્યાએ દીવા કરવાથી પૃથ્વીપર દીવાળીનું (દીપોત્સવીનું) પર્વ પ્રવર્તવા લાગ્યું. (૩૭૨)
લોકો મનુષ્ય, દેવ તથા ગાય આદિકોની આરતી ઉતારવા લાગ્યા, તથા તે ભસ્મગ્રહને મારવા માટે ત્યારથી “મેરાયાં” થયાં. (૩૭૩)
વીરપ્રભુના મોક્ષનો મહિમા કરીને ઈદ્ર પડવાની પ્રભાતમાં શ્રીગૌતમસ્વામીના કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. (૩૭૪)
શ્રીગૌતમસ્વામીએ કહેલા સૂરિમંત્રના આરાધક આચાર્યો આ દિવસે ચંદનાદિથી અક્ષાર્ચન (સ્થાપનાચાર્યનું પૂજન) કરે છે. (૩૭૫)
મોહરૂપી ચોર વીરપ્રભુ વિનાની પૃથ્વીને જાણીને ખૂબ લૂંટવા લાગ્યો, ત્યારે તેને ગણધર મહારાજે જોઈને કહ્યું કે, અરે ! હવે આ મારા રાજ્યને તું શું નથી જાણતો? મરવાની ઇચ્છાવાળો એવો તું હવે નાશીને કેટલેક દૂર જઈશ? એ રીતે હાથમાં દીવો લઈ લોકો સૂપડાના મિષથી તેને ડરાવે છે. (૩૭૬)
D:\chandan/new/kalp-p/pm5\2nd proof