________________
ર૧૦]
[दीपालिकापर्वसंग्रहः ॥ ભદ્રાદેવી નામની રાણીના ઉદરથી ચૌદ સ્વપ્નો વડે સૂચવાયેલો પુત્ર થશે અને કરેલો છે દેવોએ જન્મોત્સવ જેમનો એવા તે પદ્મનાભ નામના પહેલા તીર્થકર થશે. (૩૨૮)
તે સાત હાથના શરીવાળા, સુવર્ણસરખી કાંતિવાળા, સિંહના લંછનવાળા, બહોતેર વર્ષોના આયુવાળા શ્રેણિક રાજાનો જીવ તે તીર્થકરરૂપ થશે. (૩૨૯).
પછી તે પદ્મનાભ નામના તીર્થંકર પછી સુપાર્શ્વનો જીવ સૂરદેવ નામના બીજા નિરંજન તીર્થકર થશે. (૩૩૦)
પછી ઉદાયિરાજાનો જીવ ત્રીજા સુપાર્શ્વનામે તીર્થંકર થશે અને પોટ્ટિલાચાર્યનો જીવ ચોથા સ્વયંપ્રભનામે તીર્થકર થશે. (૩૩૧)
પછી દઢાયુનો જીવ પાંચમા સર્વાનુભૂતિનામે અને કાર્તિકનો જીવ છટ્ટા દેવશ્રુતનામે તીર્થકર થશે. (૩૩૨)
પછી શંખશ્રાવકનો જીવ સાતમા ઉદયનામે અને આનંદશ્રાવકનો જીવ આઠમા પેઢાલનામે તીર્થકર થશે. (૩૩૩)
પછી સુનંદનો જીવ નવમા પોથ્રિલનામે તીર્થકર થશે અને શતકનો જીવ દશમા શતકીર્તિનામે તીર્થકર થશે. (૩૩૪)
પછી દેવકીનો જીવ અગ્યારમા મુનિસુવ્રતનામે અને વાસુદેવનો જીવ બારમા અમમનામે તીર્થકર થશે. (૩૩૫)
પછી સત્યકીનો જીવ તેરમા નિષ્કષાયનામે અને બલદેવનો જીવ ચૌદમા નિષ્ણુલાકનામે તીર્થકર થશે. (૩૩૬)
પછી સુલતાનો જીવ પંદરમા નિર્મમનામે અને રોહિણીનો જીવ સોળમા ચિત્રગુપ્ત નામે તીર્થકર થશે. (૩૩૭)
પછી રેવતીનો જીવ સત્તરમાં સમાધિનામે અને શતાલીનો જીવ અઢારમા સંવરનામે તીર્થકર થશે. (૩૩૮)
પછી તૈપાયનનો જીવ ઓગણીસમાં યશોધરનામે અને કર્ણનો જીવ વીશમા વિજયનામે તીર્થકર થશે. (૩૩૯)
પછી નારદનો જીવ એકવીશમાં મલ્લનામે અને અંબડનો જીવ બાવીશમા દેવનામે તીર્થકર થશે. (૩૪૦)
પછી અમરનો જીવ ત્રેવીસમા અનંતવીર્યનામે અને સ્વાતિબુદ્ધનો જીવ ચોવીશમાં ભદ્રનામે તીર્થકર થશે. (૩૪૧)
તેઓનાં આયુનું પ્રમાણ, કલ્યાણક, આંતરા, લાંછનો તથા વર્ગો પશ્ચાનુપૂર્વીથી વર્તમાન ચોવીશીના તીર્થકરો સરખાં હશે. (૩૪૨)
વળી દીર્ઘદંત, ગૂઢદંત, ત્રીજા શુદ્ધદંત, શ્રીચંદ્ર, શ્રીભૂતિ, શ્રી સોમ, પદ્મ. (૩૪૩) મહાપા, વિમલ, અમલવાહન, ભરત અને અરિષ્ટનામના ચક્રવર્તીઓ થશે. (૩૪૪)
D:\chandan/new/kalp-p/pm52nd proof