SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮] [दीपालिकापर्वसंग्रहः ॥ વળી સોળ ક્રોડ, ત્રણ લાખ, ત્રણ હજાર અને સતરસો ક્રોડ અને ચોર્યાસી લાખ (૧૬૦૩૦૩૧૭૮૪0000000) ઉત્તમ શ્રાવકો થશે. (૨૯૮) વળી પચીસ લાખ, બાણું હજાર, પાંચસો અને બત્રીસ ક્રોડ, તથા ઉપર બાર, એટલી (૨૫૯૨૫૩૨0000000૧૨) ઉત્તમ શ્રાવિકાઓ થશે. (૨૯૯) એ રીતે દુઃષમકાલના સંઘનું પ્રમાણ જાણવું.) પાંચમા આરાને છેડે બાર વર્ષની વયના, બે હાથના શરીરવાળા, તથા નિર્મળ ભાવને ધારણ કરનારા દુષ્પસહસૂરિ દીક્ષા લેશે. (૩૦૦) દશવૈકાલિક આગમ ના જાણ એવા તે સોળ વર્ષની ઉંમરે મહાન આચાર્ય તથા યુગપ્રધાન થશે તથા ઉત્કૃષ્ટથી તે છઠ્ઠનો તપ કરશે. (૩૦૧) આઠ વર્ષો સુધી ચારિત્ર પાલીને વીસ વર્ષની ઉંમરે તે એકાવતારી સૌધર્મદેવલોકમાં એક સાગરોપમના આયુવાળા દેવ થશે. (૩૦૨) પછી ફલ્ગશ્રી નામની સાધ્વી, નાગિલનામે શ્રાવક તથા સત્યશ્રી નામની શ્રાવિકા, એમ તે ચતુર્વિધ સંઘ આગલે પહોરે વિનાશ પામશે. (૩૦૩) પછી મધ્યાહ્ન સમયે સુમુખ નામનો મંત્રી તથા વિમલવાહન નામનો રાજા નાશ પામશે અને પાછલે પહોરે પૃથ્વી પરથી અગ્નિ ઓલવાઈ જશે. (૩૦૪) એ રીતે રીતે વીસહજાર અને નવસો વર્ષ, ત્રણ માસ, પાંચ દિવસ, ત્રણ પહોર, એક ઘડી, બે પલ અને એકતાલીસ અક્ષર સુધી જિનધર્મ રહેશે. (૩૦૫) પછી લોકોના વિનાશ માટે ઘણી ધૂળવાળો પ્રચંડ વાયુ વાશે, ચંદ્ર ભયંકર ઠંડી કરશે અને સૂર્ય ભયંકર તાપ ઉપજાવશે. (૩૦૬) એ રીતે અતિ ભયંકર ઠંડી અને તાપથી લોકો નાશ પામશે અને પૃથ્વી અંગારાઓના તણખા જેવી ભસ્મરૂપ થશે. (૩૦૭) પછી ભસ્મ, ખટાશ, તણખા, ખાર, વિષ, અગ્નિ અને વજનો વરસાદ સાત સાત દિવસો સુધી જુદો જુદો વરસશે. (૩૦૮) ખાંસી, કુષ્ઠ, જ્વર તથા શ્વાસથી લોકો નાશ પામશે અને પર્વત, ખાડા તથા નદી વગેરે સપાટ થઈ જશે. (૩૦૯) વૈતાદ્યપર્વતની તળેટીમાં અને તેની જ બહોંતેર ગુફાઓમાં તથા એવી જ રીતે ગંગા અને સિંધુ નદીના કોતરોમાં પશુઓ તથા મનુષ્યો રહેશે. (૩૧૦) વળી તેઓ ગાડાના ચીલા જેટલા વહેતા એવા ગંગા અને સિંધુ નદીના જલમાં ઉત્પન્ન થયેલા, તથા રાત્રિએ કાઢેલા અને સૂર્યથી પાકી ગયેલા મત્સ્યાદિકવડે આહાર કરશે. (૩૧૧) તે સ્ત્રી પુરુષો લજ્જારહિત તથા વસ્ત્રરહિત થયા એક હાથના પ્રમાણવાળા રહેશે, તેઓમાં પુરુષોમાં વીશ વર્ષોનું અને સ્ત્રીઓનું સોળ વર્ષોનું આયુ થશે. (૩૧૨) D:\chandan/new/kalp-p/pm52nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy