________________
૨૪૪]
[ ીપાલિાપર્વસંગ્રહઃ ॥
વળી રાજાઓ જેમ ખેડૂતો સાથે તકરાર કરે, તેમ તે સાધુઓ જિનાજ્ઞા પાલનારા શ્રાવકો સાથે ઉપકરણો, વસ્ત્રો તથા પાત્રો લેવા માટે તકરાર કરશે. (૨૨૯)
ઘણાઓ મસ્તક મુંડેલા થશે, પરંતુ સેંકડો ગુણવાળા શ્રમણો તો સ્વલ્પ દેખાશે, મિથ્યાર્દષ્ટિ મ્લેચ્છ રાજાઓ બલવંત થશે અને હિંદુ રાજાઓ સ્વલ્પ થશે. (૨૩૦)
વળી મારા મોક્ષ પછી ઓગણીસો ચૌદ વર્ષો ગયા પછી ચૈત્રસુદ આઠમને દિવસે, (૨૩૧) વિષ્ટિનામના સાતમા કરણમાં પાટલીપુત્ર નામના નગરમાં રુદ્ર અને ચતુર્મુખ એવાં બે નામોવાળો કલ્કી મ્લેચ્છકુલમાં ઉત્પન્ન થશે. (૨૩૨)
વળી તે યશનામના મ્લેચ્છને ઘેર યશોદા નામની માતાના ઉદરમાં તેર મહિના રહીને ચૈત્ર સુદ આઠમે જયશ્રીનામના દિવસે, રાત્રિને વિષે, (૨૩૩)
છઠ્ઠા મકર લગ્નનો અંશ ચાલતે છતે મંગળવારે, કર્કરાશિમાં ચંદ્ર આવે છતે ચંદ્રનો અશુભ યોગ હોતે છતે, (૨૩૪)
અશ્લેષા નક્ષત્રના પહેલા પાદમાં તે કલ્કીનો જન્મ થશે, તે ત્રણ હાથ ઊંચો, તથા મસ્તક પર પીળા કેશોવાળો અને પીળી આંખોવાળો થશે. (૨૩૫)
વળી તે તીક્ષ્ણ સ્વરવાળો, પીઠપર નહીં દેખાતા લંછનવાળો, કપટી, અત્યંત વિઘ્નો કરવાથી ઉશૃંખલ, લાંબી છાતીવાળો અને ગુણરહિત થશે. (૨૩૬)
તેને જન્મથી પાંચમે વર્ષે પેટપીડા થશે, સાતમે વર્ષે અગ્નિની પીડા થશે તથા અગ્યારમે વર્ષે તેને દ્રવ્યપ્રાપ્તિ થશે. (૨૩૭)
વળી તેનો અઢારમે વર્ષે કાર્તિક મહિનામાં શુક્લ પક્ષમાં પડવાને દિવસે શનિવારે, તુલારાશિમાં ચંદ્ર આવે છતે, (૨૩૮)
સ્વાતિનક્ષત્રમાં, નંદિદિવસે, સિદ્ધવેળાએ, બવનામના કરણમાં અને રાવણનામના મુહૂર્તમાં રાજ્યાભિષેક થશે. (૨૩૯)
વળી તેનો અદંત નામે ઘોડો, દુર્વાસક નામનું ભાલું, મૃગાંક નામનો મુકુટ, દૈત્યસૂદન નામનું ખડ્ગ, (૨૪૦)
ચંદ્ર અને સૂર્ય નામના તેના પગના કડાં તથા ત્રૈલોક્યસુંદર નામનો તેનો રહેવાનો મહેલ થશે અને તેના દ્રવ્યની સંખ્યા થશે નહીં. (૨૪૧)
વળી તે સુવર્ણના દાનથી વિક્રમનો સંવત ઉત્થાપીને પૃથ્વીપર પોતાનો સંવત ચલાવશે. (૨૪૨) ઓગણીસમે વર્ષે તે મહાબલવાન્ કલ્કી અર્ધ ભરતને પોતાના ભુજબળથી જીતીને વિગ્રહવ્યાકુલ કરશે. (૨૪૩)
સાડીવીશ વર્ષે તે આબુના રાજાની પુત્રી પરણીને ઘણી રાણીઓ ક૨શે, તથા પૃથ્વીપર પોતાની આજ્ઞા પ્રવર્તાવશે. (૨૪૪)
મહાન્ ભોગોને ભોગવતા એવા તે કલ્કીના દત્ત, વિજય, મુંજ અને અપરાજિત નામના ચાર મહાપરાક્રમી પુત્રો થશે. (૨૪૫)
D:\chandan/new/kalp-p/pm52nd proof