________________
૨૩૮]
[दीपालिकापर्वसंग्रहः ॥ તેમના વચનથી આમરાજા ગોપગિરિ પર સાડાત્રણ ક્રોડ સોનામહોરોના ખર્ચવાળી મારી પ્રતિમા હર્ષથી કરાવશે. (
૧૬) વળી મારા મોક્ષ પછી તેરસો વર્ષો ગયા પછી મોહને લીધે ઘણા મતભેદો થશે. (૧૨૭) વિક્રમ સંવતના અગ્યારસો ઓગણસાઠ વર્ષો ગયા પછી પૂનમીયા પક્ષ થશે. (૧૨૮) વળી વિક્રમથી બારસો ચાર વર્ષો ગયા પછી ખરતર નામનો ગચ્છ પ્રખ્યાત થશે. (૧૨૯) વળી બારસો તેર વર્ષો ગયા પછી પૂનમીયા ગચ્છથી જુદો પડેલો અંચલગચ્છ થશે. (૧૩૦) વળી હે મહાશય ! બારસો છત્રીસ વર્ષો ગયા પછી સાર્ધપૂનમીયા નામનો ગચ્છ થશે. (૧૩૧) વળી વિક્રમ સંવતના બારસો પચાસ વર્ષો ગયા પછી આગમ નામનો ગચ્છ થશે. (૧૩૨)
વળી દુઃષમકાળના પ્રભાવથી અનેક પ્રકારના મતભેદે કરીને ચોર્યાસી સંખ્યાના ગચ્છભેદો થશે. (૧૩૩)
કેટલાક તપના અભિમાનવાળા, કેટલાક ધર્મક્રિયામાં શિથિલ આદરવાળા અને પરસ્પર મત્સર ધારણ કરનારા ક્રિયાવાળા થશે. (૧૩૪)
વળી આ હુંડાઅવસર્પિણીમાં અહીં તીર્થંકર પ્રભુને ઉપસર્ગ થવા આદિ દશ આશ્ચર્યો થયાં છે, તે આ પ્રમાણે છે– (૧૩૫)
તીર્થકરોને ઉપસર્ગ, મહાવીર પ્રભુના ગર્ભનું હરણ, સ્ત્રી તીર્થકર, અભાવિત પર્ષદા, કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં ગમન, ચંદ્ર-સૂર્યનું નીચે આવવું. (૧૩૬)
હરિવંશ કુલની ઉત્પત્તિ, ચમરેંદ્રનો ઉત્પાત, એકસો આઠનું સિદ્ધ થવું, અસંયતીઓનો પૂજાસત્કાર, એ દશે આશ્ચર્યો અનંતે કાલે થયેલાં છે. (૧૩૭)
વળી હવેથી આ દુઃષમકાલમાં લોકો ઘણા કષાયોવાળા, મર્યાદા વિનાના, ધર્મબુદ્ધિરહિત અને મૂર્ણ થશે. (૧૩૮).
વળી આ પડતા કાળમાં કુતીર્થિઓની બુદ્ધિથી મોહિત થયેલા લોકો પરોપકાર તથા સત્યાદિ વિનાના થશે. (૧૩૯)
નગરો ગામડાં જેવાં ગામો શ્મશાન જેવાં, રાજાઓ યમના દંડ સરખા અને મોટા શાહુકારો ચાકરો સરખા થશે. (૧૪૦)
દેવો પ્રત્યક્ષ દેખાશે નહીં, માણસોને જાતિસ્મરણ જ્ઞાન થશે નહીં, લોકો મર્યાદા વિનાના અને પૃથ્વી ક્ષુદ્ર પ્રાણીઓથી વ્યાકુલ થશે. (૧૪૧)
વળી લોકો પોતાના ધનથી અન્યને વિદન કરવામાં સંતોષવાળા, પાપકાર્ય કરવામાં શૂરવીર તથા બીજી (હલકી) જાતિઓમાં ગમન કરનારા અને સ્વજાતિને તજનારા થશે. (૧૪૨)
વળી તેઓ પુણ્ય કાર્યોમાં પ્રમાદવાળા, પરને પીડા કરવામાં તત્પર, ઠગવામાં ચતુર, તુચ્છ સ્વભાવવાળા, ભયાનક અને ઘણા ક્રોધવાળા થશે. (૧૪૩).
વળી તેઓ લોભી અને મિથ્યા અભિમાનવાળા અને રાજલક્ષ્મીના ગર્વથી (બીજાઓની આજીવિકા પર) પગ મૂકનારા થશે, તેમજ ઘણા ઠગાઈ કરનારા પાખંડીઓ થશે. (૧૪૪)
D:\chandan/new/kalp-p/pm5l2nd proof