________________
શ્રુતસ્થવિરાચાર્યશ્રીજિનસુંદરસૂરિવિરચિત
દીપાલિકાકલ્પ
ગ્રંથકારનો પરિચય અને પ્રાક્કથન
અથ શ્રુતભક્ત વિદ્વજ્જનોના હસ્તકમલમાં આ ગ્રંથ મુકતાં સહર્ષ થાય છે કે, દરાપુરા, છાણી, સુરત, આદિ જુદા જુદા જ્ઞાનભંડારોમાંથી હસ્તલિખિત પ્રતો ઉપરથી આ ગ્રંથ તૈયાર કરી છપાવવા ઉદ્યમશીલ બનતા ભવિતવ્યતાના કારણે કેટલા વર્ષો થયા વચમાં અટકી ગયો હતો જે આજે પૂર્ણ થઈ બહાર આવે છે.
ગ્રંથકારનો પરિચય–આ ગ્રંથકારની જન્મભૂમિ, જાતિ, દીક્ષા સમય, પરિવાર, પ્રશસ્તિના અભાવમાં વિશેષ જાણી શકાતું નથી પરંતુ ગુરુયોગ, ગુરુપરંપરા, આચાર્યપદ, અન્ય ગ્રંથોથી તથા અંતમાં આવતા શ્લો. ૪૩૬થી કર્તાનો સમય ૧૪૮૩ અને ગુરુ-શ્રીતપાગચ્છાધિપતિ પૂ. શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. શ્રીજિનસુંદરસૂરીશ્વરજી મહારાજ આ વસ્તુ માલમ પડે છે.
હવે અન્ય ગ્રંથમાંથી-શ્રી સોમસુંદરસૂરિજીમહારાજ વિ. સં. ૧૪૩૭માં શ્રીજયાનંદસૂરિ પાસે દીક્ષા લીધી, વિ. સં. ૧૪૫૦માં શ્રી ઉપાધ્યાય થયા અને વિ. સં. ૧૪૫૭માં શ્રીદેવસુંદરસૂરિજીએ તેમને આચાર્યપદ પદવી આપી પોતાના પટ ઉપર સ્થાપન કર્યા, વિ. સં. ૧૪૯૯માં તેઓ સ્વર્ગવાસી થયા, તેઓશ્રીના વિદ્વાનું ઘણા શિષ્ય પૈકીના આ શ્રીદીપાલિકાકલ્પના કર્તા શ્રીજિનસુંદરસૂરિજીમહારાજ પણ હતા, હવે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાંથી પાનું૪૫૫ ઉપરથી “ગુણરાજ નામના શ્રાવકે પ્રથમ સં. ૧૪૫૭ બીજી સં. ૧૮૬૨માં શ્રી શત્રુંજય, રૈવતાચલ મહાતીર્થ યાત્રા કરી અને ત્રીજી ૧૪૭૭માં દશ દેવાલય સહિત પૂજ્ય શ્રી સોમસુંદરસૂરિજી મહારાજને સાથે લઈ પાતશાહના ફરમાન મેળવી એક મોટા સંઘપતિ તરીકે શ્રીવિમલાચલતીર્થની યાત્રા કરી મધુમતિપુરી (મહુવા)માં આ સંઘપતિએ ઉત્સવપૂર્વક શ્રીજિનસુંદરવાચકને સૂરિપદ અપાવ્યું” વળી શ્રાદ્ધવિધિપ્રકરણના ભાષાન્તરની પ્રશસ્તિમાં પણ પૂ. શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ લખે છે કે- “ મળેલા શાદ્દિન નિનસુરીવાઃ અર્થ-તપશ્ચર્યા કરવાથી એકાંગી (એકવડીયા શરીરવાળા) છે છતાં પણ અગીયાર અંગના પાડી ચોથા શિષ્ય શ્રીજિનસુંદરસૂરિ થયા.”