________________
વધુમાં સમર્થશાસ્ત્રકાર આચાર્યશ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ ઉપદેશપદના મૂળગ્રંથમાં બે-બે શ્લોક દ્વારા અને તેના ઉપર પૂ.આ.શ્રીમુનિચન્દ્રસૂરીશ્વરજીમહારાજે રચેલ ટીકામાં સાત-આઠ શ્લોકો દ્વારા પ્રત્યેક સ્વપ્નના ફળાદેશનું પ્રાકૃત ભાષામાં રોચક વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકોનો અર્થ, ભાષ્ય-ટીકામાંથી જાણવો – એવું ટીકામાં નોંધ્યું છે. પણ એ ભાષ્ય કર્યું અને આ શ્લોકો અને તેનો અર્થ કયા ભાષ્યની ટીકામાં ક્યાં છે, તે હજુ જાણી શકાયું નથી.
દરેક હસ્તપ્રતો કોણે, ક્યારે, ક્યાં લખી છે, તેની નોંધ ગ્રંથની પૂર્ણાહુતિ થતાં ટિપ્પણીમાં આપી છે. આજ વિષયને અવલંબીને –
પૂજ્યપાદ સંઘસન્માર્ગદર્શક, વ્યાખ્યાનવાચસ્પતિ, ગચ્છાધિપતિ સ્વ.આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ દશમ પર્વને અવલંબીને અનેકવાર પ્રવચનો આપ્યાં છે. જે પૈકી વિ. સં. ૧૯૯૨માં આપેલ પ્રવચનોનો સંગ્રહ “વીરવિભુની અંતિમદેશના' રૂપે બે-ત્રણ આવૃત્તિમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે અને ટૂંક સમયમાં મોક્ષમાર્ગપ્રકાશન દ્વારા તેની નવી આવૃત્તિનું પ્રકાશન થવાનું છે.
એ જ પ્રસ્તુત ગ્રંથરત્નના વાંચન-શ્રવણ દ્વારા સૌ કોઈ ભવ્યાત્માઓ વર્તમાનની વિષમ સ્થિતિને લક્ષ્યમાં રાખી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીરદેવે બતાવેલ સાધનામાર્ગે આગળ વધી નિર્વાણપદને સદ્ય પ્રાપ્ત કરે એ જ એક મંગળ કામના. વિ. સં. ૨૦૫૦, કાર્તક વદ-૩,
વર્ધમાનતપોનિધિ પૂજ્ય મુનિરાજ તા. ૨-૧૨-૯૩, ગુરુવાર.
શ્રીગુણયશવિજયજી ગણિવરનો આ. શ્રીવિજયરામચન્દ્રસૂરિ આરાધના ભવન,
શિષ્યરેણુ... ગોપીપુરા, સુરત
મુનિ કીર્તિયશવિજયગણિ
kalp-t.pm5 2nd proof