________________
૨ મૂર્તિઓ છે, ૧ કાઉસગિયા પ્રતિમા ૧ છે. આરસને ચોવીશીને પટ ૧ છે.
ભમતીની એક દેરીમાં શ્રીહીરવિજયસૂરિ મની ભવ્ય પ્રતિમા છે. તેની સં. ૧૬૭૦માં પ્રતિષ્ઠા થયેલી છે.
ભમતીમાં ધાતુની ૧૪ પ્રતિમાઓ છે. ચોવીશ ભ૦નાં પગલાંની એક ડી આરસની છે.
આ મંદિર ચિત્યવાસીનું હોવું જોઈએ, કારણ કે ભમતીમાં બારણું મૂકેલું છે અને ત્યાંથી પાછળના ઉપાશ્રયમાં જવાય છે. (ઉપાશ્રયનું મૂળ બારણું ખત્રીવાસમાં છે.)
આ ઉપાયશ્રયની એક પેટીમાંથી લાકડાનું એક ફેલ્ડીંગ દેરાસર નીકળ્યું છે. આ લાકડાના દેરાસરના આગલા ભાગમાં ચૌદ સ્વM, અષ્ટમંગલ, નવગ્રહ, દશદિપાલ કોતરેલા છે. મંદિરમાં ભામંડળ પણ બનાવ્યું છે. તેનાથી રસેલું આ મંદિર બહુ જ સુંદર છે. આ લાકડાનું દેરાસર કેસે બનાવ્યું તેની કોઈને ખબર નથી. ૨૫. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભવનું દેરાસર
આ દેરાસર બંબાવાળી શેરીમાં આવેલું છે. ત્રણ ગભારાનું છે ને પથ્થરનું બાંધવામાં આવ્યું છે. મંદિર શિખરબંધી છે. ભમતી નથી.
અગાઉ આ મંદિર નાનું હતું. સં. ૧૯૪પમાં શેઠ નરસિંહદાસ મોતીજી હસ્તક શ્રીસંઘે જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આને વહીવટ સાગરગછની પેઢીવાળા કરે છે.
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણું પાર્શ્વનાથની મનહર પ્રતિમા વિરાજમાન છે. મૂળ ગભારામાં મૂળનાયક સહિત આરસની ૨૩ અને ધાતુની ૩૭ પ્રતિમાઓ છે.
મૂળ ગભારા સામે ત્રણ ભારા ઘૂમટવાળા છે. એક ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભટ છે. તેમની સાથે આરસની કુલ રક મૂર્તિઓ છે. બાજુના બીજા ગભારામાં આરસની ૫ મૂર્તિઓ છે.
"Aho Shrut Gyanam"
[ ૩૫